fbpx
રાષ્ટ્રીય

ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વ માટે ખતરા સમાન છે:ડબલ્યુએચઓ;દક્ષિણ આફ્રિકાથી આવતા જતા નાગરિકો પર પ્રતિબંધના ર્નિણયો લેનારા દેશોની ડબલ્યુએચઓએ ટીકા કરી

અમેરિકાએ દક્ષિણ આફ્રિકાથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ઇઝરાયેલે પણ સોમવારથી બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ રદ કરી દીધી અને વિદેશથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. જે દેશોમાં વધુ કેસો સામે આવ્યા છે તેમાં નેધર્લેન્ડમાં ૧૩, કેનેડા અને ઓસ્ટ્રેલિયામા ંપણ બે કેસો નોંધાયા છે. બ્રિટનમાં પણ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા હતા. અહી નવા વેરિઅન્ટના વધુ બે કેસો સામે આવ્યા છે અને કુલ કેસોની સંખ્યા નવ પર પહોંચી છે. સ્કોટલેંડમાં પણ નવા એમિક્રોન વેરિઅન્ટના ૬ કેસો નોંધાયા છે. ફ્રાંસમાં નવા વેરિઅન્ટના આઠ શંકાસ્પદોનો લેબ ટેસ્ટ થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પણ પાંચમો કેસ નોંધાયો છે. હાલ દક્ષિણ આફ્રિકાથી આવતા અને જતા લોકો પર આશરે ૨૦થી વધુ દેશોએ પ્રતિબંધ મુક્યો છે. વિશ્વ આરોગ્ય સંસૃથા કોરોનાના નવા વેરિઅન્ટને લઇને અલગ અલગ નિવેદનો આપી રહ્યું છે. ડબલ્યુએચઓના જનરલ સેક્રેટરી ટેડ્રોસ એધનોમે કહ્યું હતું કે કોરોનાનો નવો વેરિઅન્ટ કેટલો ફેલાઇ શકે છે. કોરોના વાઇરસ બાદ હવે તેના વિવિધ વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવે તેવી શક્યતાઓ છે. હાલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના અનેક કેસો વિશ્વના વિવિધ દેશોમાં જાેવા મળી રહ્યા છે. જેને પગલે હવે વિશ્વ આરોગ્ય સંસૃથાએ પણ આ વેરિઅન્ટને વિશ્વ માટે ખતરો ગણાવ્યા છે અને દેશોને સાવચેત રહેવાની સલાહ આપી છે. જાેકે કોરોનાના આ નવા વેરિઅન્ટને કારણે કોઇ મોત થયું હોવાનું સામે નથી આવ્યું પણ તે અનેક દેશોમાં ફેલાઇ ચુક્યો છે. પરીણામે હવે સાવચેત રહેવા વિવિધ દેશો દ્વારા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ પર પ્રતિબંધો મુકાઇ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસૃથાએ દક્ષિણ આફ્રિકા પર પ્રતિબંધ મુકનારા દેશોની ટીકા કરી છે. જાપાને જાહેરાત કરી છે કે વિદેશથી આવનારાઓના પ્રવેશ પર તે પ્રતિબંધ મુકશે. પોર્ટુગિઝ પણ પ્રતિબંધો અંગે વિચારી રહ્યું છે.

Follow Me:

Related Posts