ગુજરાત

કાલોલના ગોકળપુરા ગામમાંથી વિજિલન્સે દારૂ પકડ્યો

કાલોલ તાલુકાના ગોકળપુરા ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો મંગાવીને વેચાણ કરી છે. તેવી બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસને મળી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે ગોકળપુરા ગામે મકાનમાં છાપો મારીને રૂપિયા રૂપિયા ૧૩૪૦૦નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, રોકડ રકમ, મોબાઇલ-૩ મળીને કુલ ૩ નંગ મળીને કુલ રૂપિયા ૨૭૨૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મેહુલ નાયક, વિપુલ ઉફે કાળીયો સામંતસિંહ રાઠોડ તથા સુરેશભાઇ ઉર્ફે જાડો રયજીભાઇ રાઠોડનાઓને પકડીને તેઓની વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે પ્રોહીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતીકાલોલના ગોકળપુરા ગામે મકાનમાં દારૂનું વેચાણ કરતાં સ્ટેટ મોનીટરી સેલ પોલીસે છાપો મારીને દારૂનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે ૨૭ હજારના મુદ્દામાલ કબજે કરીને પકડાયેલા ૩ વિરુદ્ધ ગુનો નોધીને કાર્યવાહી કરી હતી. આ અંગેની પોલીસ ફરીયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી.

Related Posts