કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે
ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૮ ઓગષ્ટ થી ૧૪ ઓગષ્ટ સુધી
મેષ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ સગવડો, ખેતીવાડી, જમીન, બાગ, બગીચા, મોસાળ પક્ષ અને માતૃપક્ષથી ખુબ જ સારું રહે, બુધ પાંચમાં સ્થાને સંતાનોના શિક્ષણનાં કાર્ય કરાવે, શુક્ર છઠા સ્થાને આવતા ગુપ્ત ભાગના રોગોમાં સંભાળવું.
બહેનો :- મોસાળ પક્ષ કે માતૃપક્ષે પ્રસંગોપાત જવાનું થાય.
વૃષભ :- ત્રીજા સ્થાને ચંદ્ર સાહસવૃત્તિ વધારનાર, પરદેશ કે જળ માર્ગથી સારી આવક વધારનાર, ધર્મ કાર્યમાં જોડાયેલા રાખનાર બને, બુધ ચોથે ઉદ્યોગ ધંધામાં લાભ, શુક્ર નીચરાશિમાં પાંચમે સ્નેહ સંબંધોમાં રુકાવટ લાવે.
બહેનો :- ભાઈ ભાંડુનો પૂર્ણ પ્રેમ મળે, તીર્થયાત્રાનો લાભ મળે.
મિથુન :- બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં ખુશી વધારનાર, નાણાકીય રીતે સારું રહે, વાણીથી બધાને પ્રભાવિત કરવાની તક મળે, બુધ ત્રીજે ભાગ્યોદય માટે સારો, શુક્ર ચોથા સ્થાને ભૌતિકતા વધારે.
બહેનો :- કુટુંબીજનો સાથે નાના મોટા પ્રવાસ, પર્યટનનો આનંદ મળે.
કર્ક :- આપની રાશિમાં સ્વગ્રહી ચંદ્ર શ્રેષ્ઠ અને ઉત્તમ વિચારો, દામ્પત્યજીવનમાં પ્રેમ અને ભાગીદારીમાં સારા નિર્ણયો લેવામાં સરળતા રહે, બુધ બીજે નાણાકીય સહાય કરે, શુક્ર ત્રીજે કુળદેવીનાં કાર્યમાં અગ્રેસર રખાવે.
બહેનો :- દામ્પત્ય જીવનમાં પ્રેમ, હુંફ, મધુરતા વધે.
સિંહ :- બારમાં સ્થાને વ્યય ભુવનમાં ચંદ્ર પત્ની, માતા કે દીકરી કે અન્ય સ્ત્રીવર્ગ માટે ખર્ચ વધારનાર બને, આવક જાવક સરખી રહે, બુધનું આપની રાશિમાં આગમન તટસ્થતા આપે, શુક્ર બીજે સંપતિ સુખ વધારી શકે.
બહેનો :- કારણ વગરની મુસાફરી કે ખર્ચથી બચવું.
કન્યા :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ સ્ત્રી વર્ગ, સ્ત્રી પ્રસાધનો કે અન્ય પાણીને લગતા વ્યવસાયથી લાભ રહે, જુના મિત્રોને મળવાનું થતા ખુબ સારું લાગે, બુધ બારમે જતા, ખર્ચ વધારે, શુક્ર આપની રાશીમા આનંદ વધારે.
બહેનો :- સંતાનોના અભ્યાસ માટે સમય આપવો પડે.
તુલા:- દશમાં સ્થાનમાં ચંદ્ર અકર્મ સ્થાનમાં રહેતા માતાપિતા તરફથી પૂર્ણ સાથ સહકાર મળે, ધંધાકીય ક્ષેત્રે સારું રહે, બુધ લાભ સ્થાને અચાનક ધનલાભ આપે, શુક્ર વ્યય ભુવનમાં અંગત જીવનમાં ખર્ચ વધારનાર બને.
બહેનો :- સ્નેહીજનોના પ્રસંગો સચવાય, ગૃહ ઉપયોગી કાર્ય થાય.
વૃશ્ચિક :- ભાગ્યસ્થાનમાં ચંદ્ર તમારા જીવનમાં એક નવી ભાગ્યોદયની તક ઉભી કરાવનાર બને, ધર્મ પ્રત્યે શ્રધ્ધામાં વધારો થાય, બુધનું દશમે ભ્રમણ વેપારીઓ માટે સારું રહે. શુક્ર લાભ સ્થાને સ્ત્રીવર્ગથી લાભ.
બહેનો :- ધાર્મિક યાત્રાઓ સરળતાથી પાર પાડી શકો.
ધન :- આઠમાં સ્થાનમાં ચંદ્ર વાણી ઉપર નિયંત્રણ અને મૌન રહેવા પ્રયત્ન કરશો, તો તમારા ઘણા બધા કાર્યો આસાનીથી પુરા થશે, પરિવારથી આનંદ રહે, બુધ ભાગ્ય સ્થાને ધર્મ પ્રત્યે આસ્થા જગાવે, શુક્ર દશમે સરકારથી સારું રહે.
બહેનો :- પરિવારજનો સાથે આનંદથી રહી શકો, હરવા ફરવાનું થાય.
મકર :- સાતમાં સ્થાનમાં ચંદ્ર દામ્પત્ય, ભાગીદારીમાં સારા પરિણામો આપનાર, મનને શાંત અને નિર્મળ રાખનાર બને, બુધનું આઠમાં સ્થાને આગમન વારસાઈ મિલકતના કામ થાય, શુક્ર ભાગ્યોદય માટે ઉત્તમ સમય રહે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારો સમય આપે, લગ્નજીવનમાં આનંદ રહે.
કુંભ :- છઠા સ્થાનમાં ચંદ્ર જુના રોગોમાંથી મુક્તિ કરાવી, નવી ઉર્જા અને સ્ફૂર્તિ આપે, મોસાળ પક્ષના કાર્યમાં પ્રવૃત રખાવે, મુસાફરી કરવાના યોગો બને, બુધ સાતમે નવી ભાગીદારી આપે, શુક્ર આઠમે સ્ત્રી વર્ગથી વાદ વિવાદ ન કરવો.
બહેનો :- સ્ત્રીરોગોમાં જાળવવું, વાયરલ બીમારીથી બચવું.
મીન :- પાંચમાં સ્થાનમાં ચંદ્ર સ્ત્રીમિત્રો, સંતાનો અને શિક્ષણ જગતથી લાભ થાય, નવી નવી ઓળખાણોથી પરીચય વધે, બુધ છઠા સ્થાને અચાનક ધનપ્રાપ્તિ કરાવનાર, શુક્ર સાતમેં લગ્ન ઇચ્છુકો અને દામ્પત્ય જીવન માટે ખુબ સારું રહે. છતાં સંભાળવું જરૂરી.
બહેનો :- શિક્ષણ જગત સાથે નવા સંબંધો ઉપયોગી બને.
વાસ્તુ :- શયનખંડમાં બને ત્યાં સુધી કોઈપણ દેવ દેવીનું ચિત્ર રાખવું ન જોઈએ, સિવાય
ભગવાન કૃષ્ણની રાસલીલાનં ચિત્ર રાખવું દોષ કર્તા નથી.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments