કોંગી નેતા રાહુલ ગાંધીએ વાયરલ કરેલ વિડીયોમાં અમરેલીનું દર્દ પણ ચમકયું ,કોરોના મૃતકનાં પરિવારજનોને 4 લાખની સહાય કરો : કોંગ્રેસ

અમરેલી જિલ્લા સહિત રાજયભરમાં કોરોનાકાળમાં 3 લાખ નાગરિકોનાં મોત થયાનું કોંગી નેતાએ વાયરલ કરેલ વિડીયોમાં જણાવીને તમામ કોરોના મૃતક પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય કરવાની માંગ કરેલ છે.
તેઓએ આજે વાયરલ કરેલ વિડીયોમાં અમરેલી સહિતનાં રાજયભરનાં પીડિત પરિવારજનોએ દર્દ વ્યકત કર્યુ છે. પરિવારજનોએ જણાવ્યું કે, કોરોનાકાળમાં અમારા પરિવારજનોને હોસ્પિટલમાં બેડ, ઓકિસજન કેવેનિટલેટરની સુવિધા મળી નથી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતાં રૂપિયા 10થી 1પ લાખનો ખર્ચ થયો છે.
વધુમાં જણાવ્યું કે, હવે સરકાર રૂપિયા પ0 હજારની સહાય જાહેર કરે છે તે બહુ ઓછી છે. ત્યારે રાહુલ ગાંધીએ તમામ પીડિત પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય કરવાની માંગ કરી છે.
તેઓએ જણાવેલ છે કે, ગુજરાત સરકાર ભલે કહે કે ગુજરાતમાં 10 હજાર નાગરિકોનાં મોત કોરોનાથી થયા છે પરંતુ કોંગ્રેસ પક્ષનાં સર્વેમાં આ આંક 3 લાખ હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપીને કોંગ્રેસ પક્ષ દરેક પીડિત પરિવારને રૂપિયા 4 લાખની સહાય આપવા સરકાર પર દબાણ વધારશે તેવું આશ્વાસન વિડીયોમાં આપેલ છે.
Recent Comments