કોરોનાનું વધતું સંક્રમણઃ મેયર ઉતર્યા મેદાનમાં, સિટીબસમાં માસ્કનું કર્યું વિતરણ

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે રાજકોટના મેયર ખુદ મેદાને આવ્યા છે. આજે કે. કે. વી. હોલ ખાતે મેયર ડો. પ્રદીપ ડવ સીટીબસમાં મુસાફરીને માસ્ક પહેરવા અપીલ કરી હતી. સાથે જ કોરોના માટે વધુમાં વધુ લોકોના એન્ટીજન ટેસ્ટ થાય તે માટે આરોગ્ય વિભાગને સૂચનાઓ આપી હતી.
રાજકોટમાં વધતા જતા કેસોને પગલે તંત્ર દોડતું થયું છે. રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ આજે કે. કે. વી હોલ ખાતે સીટી બસમાં પહોંચ્યા હતા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને જે લોકોએ માસ્ક નહોતા પહેર્યા તેવા લોકોને માસ્કનું વિતરણ પણ કર્યુ હતુ. ડો. પ્રદિપ ડવે લોકોને સાવચેતી રાખવા અને કોવિડના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. તો રોડ પર રિક્ષાઓમાં જતા મુસાફરો અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું.
Recent Comments