કોરોનાને કારણે આવેલી મંદીને લઇને કેટલાક કાપડના વેપારીઓના નાણાં ફસાઇ ગયા , અમદાવાદ અને સુરતના કાપડના વેપારીઓના ૧૦૦ કરોડ પશ્ચિમ બંગાળમાં ફસાયા

કોરોનાને કારણે આવેલી મંદીને લઇને કેટલાક વેપારીઓના નાણાં ફસાઇ ગયા છે. જેમાં માત્ર અમદાવાદ અને સુરતના કાપડના વેપારીના રૂ. ૧૦૦ કરોડના નાણાં ફસાયા હોવાથી અમદાવાદ મસ્કતી કાપડ મહાજન અને કોલકાતાના એસોસિએશન સાથે મળીને કોઇ માર્ગ કાઢવામાં તેમજ એસઆઇટી તથા ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી છે. અમદાવાદની ૧૫૦-૨૦૦ અને સુરતની ૩૦૦ પાર્ટીના નાણાં ફસાયેલા છે. જે અંગે એસઆઇટીને કોલકાતા માટે ૧૧૬થી વધુ અરજી મળી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ કરી છે. કોલકાતા એસોસિએશને ફસાયેલા નાણાં કઢાવવા સહકાર આપ્યો છે. ત્યાંના વેપારીઓને બોલાવીને સમજાવવામાં આવે છે અને વચ્ચેનો રસ્તો કાઢી બન્ને પક્ષે મદદ કરી રહ્યાં છે. અમદાવાદ અને સુરતના કાપડના સંખ્યાબંધ વેપારીઓની ઉઘરાણી રાજ્યની બહાર ફસાયેલી હોવાથી વેપારીઓએ મસ્કતી કાપડ મહાજનની મદદ લીધી છેમસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે, વેપારીઓએ વારંવાર કાઉન્ટર પાર્ટીને કહ્યું હોવા છતાં વર્ષોથી બાકી ઉઘરાણી પરત આવતી નથી. કોલકાતાના એસોસિએશનને રજૂઆત કરીશું બાદમાં કોલકાતાના વેપારીઓને માલ આપવો કે નહીં તે અંગે ર્નિણય લઈશું.
Recent Comments