fbpx
રાષ્ટ્રીય

કોરોના કેસોમાં રાહતઃ ૨૪ કલાકમાં ૩૫,૪૯૯ નવા કેસ

ભારતમાં કોરોનાના નવા કેસમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોનાના નવા કેસ લગભગ એક અઠવાડિયાથી વધુ સમય ૪૦ હજારને પાર રહ્યા બાદ તે ૪૦ની અંદર પહોંચ્યા છે. દેશમાં ફરી એકવાર નવા કેસનો આંકડો ૩૫ હજાર પર પહોંચ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના ૩૯,૦૭૦ કેસ નોંધાયા હતા અને ૪૯૧ દર્દીઓના ૨૪ કલાકમાં મોત થયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા નવા આંકડા પ્રમાણે ગઈકાલે એટલે કે રવિવારે દેશમાં કોરોનાના ૩૫,૪૯૯ કેસ નોંધાયા છે, જ્યારે ૪૪૭ દર્દીઓના મોત થયા છે, જે ગઈકાલે રજૂ કરાયેલા આંકડા કરતા ઓછા છે. જ્યારે ૨૪ કલાકમાં વધુ ૩૯,૬૮૬ દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં કોરોનાના કુલ સંક્રમણનો આંકડો ૩,૧૯,૬૯,૯૫૪ પર પહોંચ્યો છે, જ્યારે કુલ ૩,૧૧,૩૯,૪૫૭ દર્દીઓ સાજા થયા છે. વધુ ૪૪૭ મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૨૮,૩૦૯ પર પહોંચી ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના સાજા થનારા દર્દીઓની સામે ફરીથી નવા કેસનો આંકડો નીચો આવવાના કારણે એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જે એક્ટિવ કેસ ૪.૧૫ લાખ પર પહોંચ્યા હતા તે હવે ફરી ૪,૦૨,૧૮૮ પર પહોંચી ગયા છે. ૨૪ કલાકમાં ૪,૬૩૪નો ઘટાડો થયો છે. ભારતમાં કોરોનાના સાજા થનારા દર્દીઓ વધતા રિકવરી રેટ વધીને ૯૭.૪૦% પર પહોંચી ગયો છે.

દેશમાં પાછલા ૨૪ કલાકમાં વધુ ૧૬,૧૧,૫૯૦ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેની સાથે ૧૬ જાન્યુઆરીથી ૮ ઓગસ્ટ સુધીમાં કુલ વેક્સિનેશનનો આંકડો વધીને ૫૦,૮૬,૬૪,૭૫૯ પર પહોંચ્યો છે.

આઇસીએમાર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં એટલે કે ૮ ઓગસ્ટ સુધીમાં કુલ ૪૮,૧૭,૬૭,૨૩૨ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે વધુ ૧૩,૭૧,૮૭૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ૪૫ કેસ સામે આવ્યા
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ૮ ઓગસ્ટ રવિવાર સુધી ૪૫ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી હતી. ડેલ્ટા પ્લસ સ્વરૂપના કેસના હિસાબથી જલગાવ જિલ્લો સૌથી પ્રભાવિત છે. જલગાવમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસના સૌથી વધુ ૧૩ કેસ રિપોર્ટ થયા છે. તે બાદ રત્નાગિરિ જિલ્લામાં ૧૧ કેસ, મુંબઇમાં ૬ કેસ, ઠાણેમાં ૫ કેસ અને પૂણેમાં ૩ કેસ દર્જ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના એક નિવેદનમાં કહ્યુ, જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવેલા નમૂનામાંથી ૮૦ ટકા સેમ્પલના ડેલ્ટા પ્લસ સંસ્કરણ (કોરોના વાયરસ)ની પૃષ્ટી થઇ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને કહ્યુ કે કોવિડ મહામારી હજુ પણ છે. પ્રથમ અને બીજી લહેર જતી રહી છે પરંતુ તહેવાર આવી રહ્યા છે. તમામે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવુ પડશે.

Follow Me:

Related Posts