ગુજરાત

કોરોના વધતા એસવીપી હોસ્પિટલમાંઆઈસીયુ વોર્ડ ફૂલ, સિવિલમાં ૧૭૫ દર્દી સારવાર હેઠળ

ગુજરાતમાં છેલ્લા ૧૧ દિવસથી કોરોનાના કેસોમાં થઇ રહેલો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આઇસી વોર્ડલગભગ ફૂલ થઇ ગયો છે. ત્યાં ૨૦૦ દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે અને સિવિલ કેમ્પસમાં ૧૭૫ દર્દી હોવાનું જણાયું છે. મુખ્યમંત્રી રુપાણીએ હોસ્પિટલોમાં હાલના દર્દીઓ કરતા પાંચ ગણા બેડ રખાયા હોવોનો દાવો કર્યો છે. નવા કોરોના આક્રમણને કારણે લોકોની ચિંતા વધી રહી છે.

એસવીપી હોસ્પિટલમાં અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર કોરોનાના શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવ્યા છે. જ્યારે બીજા, પાંચમા અને ૧૧મા માળે કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સાથે કોરોના વધતા ભૂતકાળમાં બંધ કરાયેલા વોર્ડ ખોલવાની પણ તંત્રને ફરજ પડી રહી છે.

એસવીપીમાં અગાઉ પાંચમો માળ કોરોના વોર્ડ તરીકે બંધ કરાયો હતો એ ફરી દર્દીઓની સંખ્યા વધતા ખોલવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એસવીપી અને સિવિલ હોસ્પિટલમાં ૫૦ – ૫૦ દર્દીઓ રોજ દાખલ થઈ રહ્યા છે.

ચિંતાજનક બાબત હાલ કોરોનાના દર્દીઓમાં લક્ષણો ના જાેવા મળતા હોય તેવા કેસોનું વધેલું પ્રમાણ છે. હાલ નોંધાઈ રહેલા કેસોમાં હોમ આઇસોલેશનમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Follow Me:

Related Posts