fbpx
બોલિવૂડ

કોરોના સંક્રમિત નીતૂ કપૂર એર એમ્બ્યુલન્સમાં મુંબઈ આવ્યા, વરુણ ચંડીગઢમાં ક્વોરન્ટીન

ચંડીગઢમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના શૂટિંગ વખતે એક્ટર વરુણ ધવન, નીતૂ કપૂર અને ડાયરેક્ટર રાજ મહેતા કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત કિયારા અડવાાણી અને અનિલ કપૂર પણ આ ફિલ્મના શૂટિંગનો ભાગ હતા. જાે કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
નીતૂ કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી દીકરા રણબીર કપૂરે તેમના મુંબઈ પાછા આવાની વ્યવસ્થા કરી હતી. રણબીર કપૂરે મમ્મી નીતૂ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. નીતૂ કપૂર હવે મુંબઈ આવી ગયા છે અને યોગ્ય સારવાર લઈ રહ્યા છે. દરમિયાન વરુણ ધવન અને રાજ મહેતા ચંડીગઢમાં છે અને તેઓ ત્યાં જ ક્વોરન્ટીન થયા છે. ન્યૂઝ એજન્સીને સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે, “વરુણ અને ડાયરેક્ટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ તેમણે ચંડીગઢમાં રહેવાનું જ પસંદ કર્યું છે.”
ઉલ્લેખનીય છે કે, અગાઉ અનિલ કપૂર પણ કોરોના સંક્રમિત હોવાની અફવા ઉડી હતી. જે બાદ તેમણે ટિ્‌વટર પર હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું કે, તેમનો રિપોર્ટ નેગેટિવ છે અને તેઓ સ્વસ્થ છે. અનિલ કપૂરે લખ્યું હતું, “અફવાઓને વિરામ આપવા જણાવી દઉં કે મારો કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમારા સૌની ચિંતાઓ અને શુભેચ્છાઓ માટે આભાર.”
આ ઉપરાંત ‘જુગ જુગ જિયો’ ફિલ્મ માટે શૂટિંગ કરી રહેલા એક્ટર મનીષ પોલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈટાઈમ્સને સૂત્ર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, મનીષ મુંબઈ આવી ગયો છે અને આવ્યા પછી તેને તાવ જેવું લાગતું હતું. મનીષે હાલમાં જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે, હાલ તો કલાકારો સાજા થાય ત્યાં સુધી ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ અટકાવી દેવાયું છે.

Follow Me:

Related Posts