ખાંભાનાં રઘુવંશી સમાજનાં આશાસ્પદ યુવકનું બાઈક સવારે હડફેટે લેતાં કમકમાટીભર્યું મોત
ખાંભા, રાજુલા, થોરડી રોડ ઉપર સાંજના સમયે વોકીંગમાં નીકળેલ ર6વર્ષના રઘુવંશી યુવાનને મોટર સાયકલે હડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટીનો માહોલ ઉભો થયો છે.
ખાંભાના લોહાણા પરિવારના આશાસ્પદ યુવાન ચિરાગ રમેશભાઈ બુઘ્ધદેવ નિત્યક્રમ મુજબ સાંજના સમયે ખાંભા, થોરડી રોડ ઉપર તેના મિત્ર નિલેષભાઈ ધકકાણ સાથે વોકીંગમાં નીકળેલ. જયારે ખાંભાથી એક કિ.મી. દૂર બન્ને મિત્રોને ખોડીયાણાના મોટર સાયકલ ચાલકે હડફેટે લેતા ચિરાગને ઉલાળતા ચિરાગનું માથુ રોડ ઉપર પટકાતા માથામાં ગંભીર ઈજા થતાં 108ને ફોન ઉપર જાણ કરતા ખાંભાની 108 ઘટના સ્થળે પહોંચી ગંભીર રીતે ઘાયલ થયેલ ર6 વર્ષના ચિરાગ તથા નિલેષ ધકકાણને ખાંભા હોસ્પિટલે લાવતા નોર્મલ ઈજા થયેલ નિલેષને પ્રાથમિક સારવાર આપી રજા આપેલ. જયારે ગંભીર રીતે ઘાયલ થયેલ ચિરાગ બુઘ્ધદેવને ખાંભા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અમરેલી ખાતે રીફર કરતા અમરેલી હોસ્પિટલના દરવાજા પાસે દમ તોડી દેતા ચિરાગનું કમકમાટીભર્યું મોત થવા પામેલ. અમરેલી સિવિલ હોસ્પિટલના ડોકટરે આઈ.સી.યુ.માં લઈ જતા પહેલા તબીયત ચેક કરતા જાણ કરી કે દર્દીનું મોત થયેલ છે.
સ્વ. ચિરાગના પિતાજી રમેશભાઈ બુઘ્ધદેવનું થોડા વરસો પહેલા મોત થવા પામેલ. રમેશભાઈ બુઘ્ધદેવના બન્ને પુત્રો પૈકી ચિરાગ બાલમુકુંદ ઈન્ડેન ગેસ એજન્સીમાંકોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવી પરિવારને સહાયરૂપ બનતો.
આ ચિરાગના મોતથી વિધવા માતા અને મોટાભાઈ ઉપર આભ તૂટી પડયું હોય ખાંભા ગામ તથા લોહાણા સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામેલ છે.
Recent Comments