fbpx
બોલિવૂડ

ખેડૂત આંદોલનને કારણે શાહિત કપૂરની ફિલ્મ જર્સી પર પડી અસર

શાહિદ કપૂર હાલ પોતાની આવનારી ફિલ્મ જર્સીનું શૂટિંગ ચંદીગઢમાં ચાલી રહ્યું હતું. પરંતુ કિસાન આંદોલનના કારણે શૂટિંગ પર અવળી અસર થતા હવે લોકેશન બદલવું પડયું છે. શાહિદ કપૂરની હાલ આવનારી ફિલ્મ જર્સીના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે એક ક્રિકેટરની ભૂમિકામાં જાેવા મળવાનો છે. હાલ તે ચંદીગઢમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ કિસાન આંદોલનના કારણે પરિસ્થિતિ કથળતા ચંદીગઢમાં શૂટિંગ ચાલુ રાખવું મુશ્કેલીસભર બનતું જતું હતું.
અંતે ટીમે મળીને શૂટિંગનું લોકેશન બદલીને ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં શૂટિંગ કરવાનો ર્નિણય લીધો. જાેકે ચંદીગઢમાં મામલો શાંત પડતા ફરી તેમને ત્યાં શૂટિંગ માટે જવું પડશે. ચંદીગઢના ક્રિકેટના મેદાનમાં થોડા દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હોવાથી બાકીના દ્રશ્યો પણ ત્યાં જ ફિલ્માવવામાં આવશે.
ચંદીગઢમાં ત્રણ દિવસનું શૂટિંગ બાકી રહી ગયું છે. શાહિદની આ ફિલ્મ સાઉથની ફિલ્મ જર્સીની હિન્દી રિેમેક છે. આ ફિલ્મ એક એવા નિષ્ફળ ક્રિકેટર પર આધારિત છે જે ઘણા વરસો પછી પોતાના પુત્રને ટીમ ઇન્ડિયાની જર્સી ભેટ આપવા માટે ફરી ક્રિકેટના મેદાન પર પાછો ફરે છે. સાઉથમાં આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

Follow Me:

Related Posts