fbpx
અમરેલી

ખેતીવાડીની વિવિધ યોજના લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા જોગ

રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેતીવાડી ખાતાની સોલાર લાઇટ ટ્રેપ તા. ૧૫/૦૮/૨૦૨૧, પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) તા. ૦૫/૦૯/૨૦૨૧, ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા માટે તા. ૦૪/૦૯/૨૦૨૧ અને સ્માર્ટ ફ્રેન્ડ ટૂલ્સ કિટસ તા. ૦૪/૧૦/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. જિલ્લાના તમામ ખેડુતોએ i-khedut પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરીને, અરજીની પ્રિંટ લઇ તેમાં ખેડુતે સહી કરવાની રહેશે. અરજીની સાથે જરૂરી સાધનિક કાગળ જોડીને અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોંચાડવાની રહેશે. આ યોજનાઓની વધુ વિગત પોર્ટલ ઉપર જોઇ શકાશે તેમજ ઠરાવની નકલ ખેતી નિયામકની કચેરીની વેબસાઇટ (https://dag.gujarat.gov.in) પર ઉપલબ્ધ છે. વધુ જાણકારી માટે નજીકના ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરી સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts