fbpx
રાષ્ટ્રીય

ગણતંત્રની ગરિમા પર પ્રહારઃ પોલીસ-ખેડૂતો વચ્ચે હિંસક ઝડપ


દિલ્હીમાં ખેડૂતો-પોલીસ વચ્ચે હિંસા,તોફાનો – તોડફોડ – પોલીસ ઉપર હુમલા, ઉપદ્રવીઓએ વડાપ્રધાન જ્યાં દર વર્ષે તિરંગો ફરકાવે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો, સમગ્ર દેશમાં આક્રોશ, આ હિંસામાં કુલ ૩૦૦ પોલીસ જવાન ઘાયલ, ૨૦૦ ઉપદ્રવીઓની અટકાયત, હિંસા મુદ્દે પોલીસે અત્યાર સુધી ૨૨ એફઆઇઆર દાખલ કરી હિંસાના પગલે દિલ્હીમાં મેટ્રો સ્ટેશન, ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવી પડી પોલીસે કરેલી એફઆઇઆરમાં છ ખેડૂત નેતાઓના નામ પણ સામેલ, જેમાં રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ સહિતના લોકો પર ટ્રેક્ટર રેલીની શરતો તોડવાનો કેસ નોંધાયો, ક્રાઇમ બ્રાન્ચ કરશે તપા

દિલ્હી પોલીસે લૂંટ અને જીવલેણ હુમલાની કલમો અંતર્ગત કેસ નોંધ્યા, હાથમાં મશીનગન, દંડા છતાં પોલીસકર્મી અને જવાનોએ ૧૫ ફૂટ ઊંચી દિવાલ પરથી જીવ બચાવવા કૂદકા માર્યા
ઉપદ્રવીઓએ લાલ કિલ્લામાં તોડફોડ કરી, હાથમાં લાઠી, દંડા,સળિયા,ઇંટ અને પથ્થરો અને તલવારો સાથે ઉત્પાત મચાવ્યો, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઉપદ્રવીઓને પકડવા કવાયત હાથ ધરી કૃષિ કાયદાઓના વિરોધમાં ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા અંગે પોલીસ સતત એક્શનમાં છે. હિંસા અને તોડફોડની ઘટનાઓ અંગે અત્યારસુધીમાં ૨૨ હ્લૈંઇ નોંધાઈ ચૂકી છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે લૂંટ અને જીવલેણ હુમલાની કલમો અંતર્ગત કેસ નોંધાયા છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને અત્યારસુધીમાં ૨૦૦ ઉપદ્રવીની અટકાયત પણ કરી લીધી છે. આ મામલે હવે દિલ્હી ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે.
પોલીસે જે હ્લૈંઇ કરી છે એમાં ૬ ખેડૂતનેતાનાં નામ પણ છે. આ નેતા રાકેશ ટિકૈત, દર્શન પાલ, રાજિંદર સિંહ, બલવીર સિંહ રાજેવાલ, બૂટા સિંહ બુર્જગિલ અને જાેગિંદર સિંહ છે. તેમની વિરુદ્ધ ટ્રેક્ટર રેલીની શરતો તોડવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

ગઈ કાલે થયેલી હિંસામાં ૩૦૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતાં. પ્રજાસત્તાક દિવસના અવસરે ટ્રેક્ટર પરેડના નામે દિલ્હીમાં પ્રદર્શનકારી ખેડૂતોએ ખુબ ધમાલ મચાવી અને હિંસા આચરી, કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો એક જુથ ટ્રેક્ટરો સાથે લાલ કિલ્લા પર પહોંચી ગયું હતું અને તેના સ્તંભ પર એક ધાર્મિક ઝંડો લગાવી દીધો. અહીં પ્રધાનમંત્રી ૧૫ ઓગસ્ટના દિવસે ભારતનો તિરંગો ફરકાવે છે. બીજી તરફ પોલીસ પણ એક્શનમાં આવી છે અને અત્યાર સુધીમાં આ હિંસામાં સામેલ હોય તેવા ૨૦૦ લોકોને અટકાયતમાં લેવાયા છે.તેમના પર હિંસા કરવાનો સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો અને પોલીસ કર્મીઓ પર હુમલા કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધી ૨૨ એફઆઈઆર દાખલ થઈ છે. આમાં તોડફોડ અને પોલીસ કર્મચારીઓની બંદૂક ઝૂંટવવા જેવી ઘટનાઓ સામેલ છે. ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ નીકાળી રહેલા ખેડૂતોએ દિલ્હીને જાણે કે યુદ્ધનું મેદાન બનાવી દીધું હતુ. પોલીસવાળાઓ પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયત્ન, બસો અને ગાડીઓમાં તોડફોડ, પથ્થરમારા બાદ કેટલાક ઉપદ્રવીઓએ લાલ કિલ્લા પર પોતાનો ઝંડો લગાવી દીધો. લાલ કિલ્લાની પાસે અનેક પોલીસવાળાઓએ દીવાલ કૂદીને પોતાનો જીવ બચાવ્યો.

દિલ્હી પોલીસ હવે ઠેક-ઠેકાણે લગાવવામાં આવેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરાની ફૂટેજના આધારે પ્રદર્શનકારીઓની ઓળખ કરવા મથી રહી છે. લાલ કિલ્લા, નાંગલોઈ, મુકરબા ચોક, સેન્ટ્રલ દિલ્હીમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરાના ફૂટેજ ચકાસવા માટે સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, નક્કી કરાયેલા માર્ગો પર ટ્રેક્ટર રેલી માટે પરમિશન આપવામાં આવી હતી. પરંતુ સમય પહેલાં જ શરૂ થયેલી રેલીએ બેરિકેડ્‌સ તોડી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેઓ મધ્ય દિલ્હીના આઇટીઓ પહોંચી ગયા હતા. જે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન દિલ્હી પોલીસે સિંધુ બોર્ડર પાસે જ્યાં ખેડૂતોનો જમાવડો છે ત્યાં સુરક્ષા વધારી છે.આ બોર્ડર પર ખડકવામાં આવેલા વાહનોને હટાવવામાં આવીર રહ્યા છે જ્યાં જ્યાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે તે તમામ સ્થળોએ પોલીસે સુરક્ષા વધારી છે.

ગણતંત્ર દિવસ પર સમગ્ર દેશે જ નહિ પરંતુ વિશ્વએ દિલ્હીના માર્ગો પર જે ઉપદ્રવ નિહાળ્યો તેઓ અગાઉ કદી નિહાળ્યો ન હતો. આ બેલગામ તોફાની તત્વોએ સમગ્ર દેશને શરમજનક સ્થિતિમાં મુકી દીધો હતો. હજારો ખેડૂતોએ ઠેરઠેર તોફાનો અને ઉપદ્રવ મચાવ્યો હતો. પોલીસ, પોલીસના વાહન ઉપર ઠેર ઠેર હુમલા થયા હતા. પોલીસે અનેક સ્થળે અશ્રુવાયુ પણ છોડયો હતો. દિલ્હીના ૬૦ જેટલા મેટ્રો સ્ટેશનોને બંધ કરવા પડયા એટલું જ અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યા હતા. ઉપદ્રવી તત્વો હાથમાં લાઠી, દંડા, સળીયા, ઇંટ અને પથ્થરો સાથે જાેવા મળ્યા હતા. તેઓની પાસે તલવારો પણ હતી. ઠેરઠેર સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતંુ. ઉપદ્રવીઓએ ૨૫ જેટલી કાર અને બસોમાં નુકસાન કર્યું હતું. ઠેર ઠેર દિલ્હીમાં ટ્રાફિકજામ જાેવા મળ્યા હતા.

Follow Me:

Related Posts