fbpx
ગુજરાત

ગુજરાતનું વિશ્વ વિખ્યાત કચ્ચરિયાની દેશ વિદેશમાં માંગ, કરોડો રૂપિયાનું કચ્ચરિયું મોકલાય છે પરદેશ

વિસનગરમાં વર્ષોથી ઘાંચી પરિવારના સભ્યો તલને ઘાણીમાં પીસી કચ્ચરિયા પાક બનવતા હોય છે જે નજર સમક્ષ જ બનાવતા હોઈ અહીં આવતા ગ્રાહકોને શુદ્ધ કચ્ચરિયાનો સ્વાદ ખેંચીને લાવે છે ત્યારે ના માત્ર સ્થાનિક પરંતુ બહારગામના ગ્રાહકો પણ અહીંથી મોટાપ્રમાણમાં કચ્ચરિયું લઈ જઈ પોતાના સગા સ્નેહી સબંધીઓને પહોંચાડે છે ભારત એ પ્રકૃતિના વારસાથી ભરપૂર દેશ છે અને અહીં અનેક પ્રકારની સિઝન અને ઔષધી પૂરતા પ્રમાણમાં પર્યાપ્ત છે. વિસનગરના કચરિયા ઉધોગ સાથેજાેડાયેલા વેપારી જણાવી રહ્યા છે કે, આ કચરિયું ખાવાથી શરીરમાં તંદુરસ્ત અને શક્તિનું પ્રમાણે વધે છે તલનું તેલ દિવસમાં ૫૦ ગ્રામ ખાવાથી શરીરની નસો છૂટી થઈ જાય છે અને શરીરનો દુખાવો દુર થઇ જાય છે. શિયાળા માટે સારામાં સારું તલનું તેલ અને કચરિયુ અમારું કચરિયુંરોજ ૨૫ કિલો જેટલું સુરત, મુંબઈ સુધી લકઝરી મારફતે જાય છે ત્યારે શિયાળાની સિઝનમાં ગુજરાતની સ્વાદપ્રેમી જનતા માટે આજે અમે આપને ચસ્કો લાગવશું આરોગ્યવર્ધક ગણાતા અને વિસનગરથી પ્રખ્યાત થયેલા કચ્ચરિયા પાકનો. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં ઠંડીનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બનતો હોય છે, ત્યારે આ ઠંડીમાં ટકી રહેવા વર્ષોથી શિયાળુ પાકનું સેવન કરવામાં આવી રહ્યું છે જે ઠંડી સામે રક્ષણ અપાવે છે. ત્યારે આ શિયાળુ પાકમાં મહત્વનું ગણાતા અને સ્વાદનો ચસ્કો એવા કચ્ચરિયા પાકની વાત કરીએ તો વિસનગરમાં કાળા અને ધોળા તલનું કચ્ચરિયું બનવવામાં આવે છે. જે માટે શહેરમાં શિયાળો શરૂ થતાની સાથે જ ઠેર ઠેર તેલ ઘાણીના સ્ટોલ લાગી જતા હોય છે. અહીં રોજ બરોજ હજ્જારો કિલો તલ પીસી તેમાંથી વિવિધ પ્રકારનું કચ્ચરિયું બનવવામાં આવે છે જે કચ્ચરિયું દેશ વિદેશ સુધી મોકલવામાં આવે છે. કચ્ચરિયા પાકના પસંદ અને તેના સેવનને ગ્રાહકો પોતે શિયાળામાં કચ્ચરિયાનું સેવન કરી ઠંડી સામે રક્ષણ મેળવે છે. સાથે જ આરોગ્ય માટે રક્ષા કવચ પૂરું પડતા આ કચ્ચરિયું અનેક ગણું પોષણકારી અને ગુણકારી હોવાનું માની રહ્યા છે. આજે જ્યારે વિસનગરના સ્વાદિષ્ટ કચ્ચરિયાના આટલા વખાણ આ ગ્રાહકો કરી રહ્યા છે. ત્યારે સૌ કોઈને જાણવાનું મન થાય કે આખરે આ સ્વાદિષ્ટ કચ્ચરિયું બને છે કેમ તો કચ્ચરિયાની ઘાણી ચલાવતા કારીગરના જણાવ્યું અનુસાર, ધોળા કે કાળા તલને પહેલા ઘાણીમાં નાખી પીસવામાં આવે છે. જે બાદ તલનું તેલ નીકળી જાય પછી તેમાં કાળા કે ધોળા ગોળને પ્રમાણ સર નાખવામાં આવે છે અને જ્યારે તલ-ગોળ એક બીજામાં ભળી જાય બાદમાં સૂંઠ, ખસખસ અને ગંઠોડા જેવા ઔષધીય મસાલા પ્રમાણસર નાખવામાં આવે છે. આમ થોડીક વારમાં ઘાણીમાં નાખેલી બધીજ વસ્તુઓ પીસાઈ જતા કચ્ચરિયું તૈયાર થઈ જાય છે. જે બાદ તેમાં ડ્રાયફ્રુટ, ચેરી, સહિતની ચીજ વસ્તુઓ નાખી સજાવટ કરવામાં આવે છે આમ લોકોનું સ્વાદપ્રિય કચ્ચરિયું તૈયાર થઈ જાય છે. વિસનગરથી સ્વાદનો ચસ્કો બનેલા કચ્ચરિયા પાકનું સામાન્ય રીતે દર શિયાળાની સીઝનમાં દેશ વિદેશ સુધી ધૂમ વેચાણ થતું હોય છે. જેમાં એક દુકાન પરથી ૩થી ૪ લાખનું કચ્ચરિયું વેચાતું હોય છે. ત્યારે કચ્ચરિયા માટે પ્રચલિત બનેલા વિસનગરમાં અંદાજે ૨૦ કેટલી દુકાનોમાં ૩૫ જેટલી તેલ ઘાણી ચાલતી હોઈ હજ્જારો કિલો કચ્ચરિયાનું રોજ ઉત્પાદન થતું હોય છે, ચાલુ સિઝનમાં કચ્ચરિયા પાકના વેચાણમાં ક્યાંક કોરોના ગ્રહણ લાગ્યું હોય તેમ વેપારીઓ મંદીનો માહોલ અનુભવી રહ્યા છે. તો આ વખતે કચ્ચરિયું ૧૨૦થી ૧૮૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. જેમાં મહત્વની બાબત એ છે કે આ કચ્ચરિયાના વેપારમાં મહિલાઓ પોતે જાતે જ કાઉન્ટર સાંભળે છે

Follow Me:

Related Posts