fbpx
ગુજરાત

ગુજરાત રાજ્યના સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાંથી હાઇ જમ્પમાં રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતનાર પોલીસ પુત્રને રૂ.૪ લાખની ખેલ પ્રોત્સાહન સ્કોલરશીપ આપવામાં આવી

ગુજરાતના રમતવીર ને રાજ્યના સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂ.૪ લાખની ખેલ પ્રોત્સાહક શિષ્યવૃત્તિ ફાળવવામાં આવી છે. ૨૦૧૬થી હાઈ જમ્પ એટલે ઊંચી કુદની રમતમાં અગ્રેસર કૌશિક જાધવને આ રમતમાં તેણે મેળવેલી સિદ્ધિઓને અનુલક્ષીને અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે કુશળતા કેળવી શકે તેવા હેતુસર પોલીસ પરિવારના આ સંતાનને સ્કોલરશીપ મળે તે માટે જરૂરી માર્ગદર્શન જિલ્લા પોલીસ અધિક્ષક સુધીરકુમાર દેસાઈએ આપ્યું હતું. આશિષ ભાટિયાએ ખેલાડીને ચેક આપ્યો રાજ્યના પોલીસ વડાની ગાંધીનગર સ્થિત કચેરી ખાતે કૌશિકને મધ્યસ્થ પોલીસ કલ્યાણ ભંડોળ આધારિત આ ખેલ પ્રોત્સાહક શિષ્યવૃત્તિનો ચેક રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ, વહીવટના આઇ.જી.પી. બ્રિજેશકુમાર ઝાની ઉપસ્થિતિમાં અર્પણ કર્યો હતો. નાણાંકીય સહાય ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ બનશે વડોદરા જિલ્લા પોલીસ દળમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કમાન્ડો તરીકે કાર્યરત કૌશિકના પિતા રાજેન્દ્ર બારીકરાવ જાધવે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુધીરકુમાર દેસાઈએ કૌશિકને આ સ્કોલરશીપ મળે તે માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું તેના માટે અમે તેમના આભારી છીએ.આ સ્કોલરશીપ હેઠળની નાણાંકીય સહાયતા કૌશિકને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ બનશે. સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીતનાર કૌશિકે ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન ૬ જેટલી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીતી રાજ્યને અને વડોદરાને ગૌરવ અપાવ્યું છે. કોરોના કાળમાં રમત પ્રવૃત્તિમાં સ્થગિતતા આવી હતી, તેમ છતાં કૌશિકે ઘેર રહીને શક્ય તેટલો મહાવરો ચાલુ રાખ્યો હતો. હવે પરિસ્થિતિ હળવી થતાં તે ફરીથી મેદાનમાં ઉતરી પુરુષાર્થ કરી રહ્યો છે.

Follow Me:

Related Posts