ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી દ્વારા ૬૧ મી રાજ્યકલા સ્પર્ધા તથા પ્રદર્શનનું આયોજન
સ્પર્ધા/પ્રદર્શન માટે કલાકારો પાસેથી કલા કૃતિઓ મંગાવાઇ
ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી દ્વારા ૬૧ મુ રાજ્યકલા સ્પર્ધા/પ્રદર્શન યોજાનાર છે. આ
પ્રદર્શનમાં જુદી-જુદી કલાઓ જેવી કે પેઇન્ટીંગ, શિલ્પકલા, ગ્રાફિક્સ, વ્યવહારી કલા, છબીકલા તેમજ બાળચિત્રકલાના ક્ષેત્રના કલાકારો પાસેથી ૬૧મા રાજ્યકલા સ્પર્ધામાં કલાકારો, કલાના ચાહકો, કલા સંસ્થાના વિદ્યાર્થીઓ,શાળામાં ધોરણ ૧ થી ૧૦મા ભણતા બાળકો પાસેથી કલા કૃતિઓ સ્પર્ધા માટે મંગાવવામાં આવેલ છે. હાલ પ્રવર્તમાનકોરોના મહામારીને ધ્યાને લઈ આ કલાકૃતિઓ આગામી તા.૨૮/૧૨/૨૦૨૦ થી તા.૦૩/૦૧/૨૦૨૧ (રવિવારસહિત) દરમ્યાન કચેરીના બ્લોગ એડ્રેસ – http://dsosportsbvr.blogspot.com પરથી મેળવી જિલ્લા રમતગમતઅધિકારીશ્રીની કચેરી બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીનેપહોંચતું કરવાનું રહેશે. ત્યાર બાદ રજૂ કરાયેલ કૃતિઓ સ્વીકારવામાં આવશે નહીં. અરજી પત્રકો સંપૂર્ણ વિગત ભરીનેકલાકૃતિ સાથે રજૂ કરવાની રહેશે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીના સંપર્ક નંબર – ૦૭૯-૨૬૪૨૫૫૬૨ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, ભાવનગર દ્વારા જણાવવામા આવ્યુ છે.
Recent Comments