ગુજરાત

ઘઉંના યોગ્ય ભાવ ન મળતાં દહેગામ એપીએમસીમાં ખેડૂતોનો હોબાળો

ગાંધીનગરના દહેગામ એપીએમસીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ઘઉંના ભાવ ન મળવાને મામલે ખેડૂતોએ રોડ પર ટ્રેકટરોની લાઈન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતો એ.પી.એમ.સી ચેરમેનને રજૂઆત કરવા ગયા હતા. પણ સંતોષકારક જવાબ ન મળતા ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ સેટિંગ પાડીને ખેડૂતોના ભાવ કાપીને મફતના ઘઉં ખરીદી કરતા હોવાનો આરોપ છે. ખેડૂતો એપીએમસીના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જાેકે ચેરમેને ઓફિસ બહાર આવવાનો ઇન્કાર કર્યો હતો. ખેડૂતોને મળવા માટે ઓફિસમા બોલાવતા ખેડૂતોએ ઓફિસ બહાર જ ધામા નાંખ્યા હતા.

Follow Me:

Related Posts