ચંદ્રશેખર આઝાદ CM યોગીને ટક્કર આપશે, ગોરખપુર સદર બેઠક પરથી ચૂંટણી લડશે
ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ગોરખપુર સદર બેઠક પર રાજકીય મુકાબલો જોવા મળી શકે છે. ભીમ આર્મીના સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ગોરખપુર સદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ ચૂંટણી લડશે.
આઝાદ સમાજ પાર્ટીએ ગોરખપુર બેઠક પરથી ચંદ્રશેખર આઝાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીના આ નિર્ણય પર ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદે ખુશી વ્યક્ત કરી છે. આઝાદે ટ્વીટર કરીને કહ્યુ, “ઘણો આભાર સાધુવાદ. છેલ્લા 5 વર્ષથી લડ્યો છુ અને હવે પણ લડીશ. જય ભીમ, જય મંડલ. બહુજન હિતાય, બહુજન સુખાય.
મહત્વપૂર્ણ છે કે આ બેઠક પરથી ભાજપે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અયોધ્યા અને મથુરાની ચર્ચા વચ્ચે ભાજપે સીએમ યોગીના ગોરખપુર સદર બેઠક પરથી લડવાની જાહેરાત કરી હતી.
મહત્વપૂર્ણ છે કે ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠક માટે સાત તબક્કામાં 10 ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં અન્ય તબક્કામાં મતદાન 14,20,23,27 ફેબ્રુઆરી, 3 અને 7 માર્ચે મતદાન થશે. યુપી ચૂંટણીના પરિણામ 10 માર્ચે આવશે.
Recent Comments