fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / 2૩ જાન્યુઆરી સુધી મીન જાતકો માટે વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે.

સાપ્તાહિક રાશીભવિષ્ય તા.17 જાન્યુઆરી થી 2૩ જાન્યુઆરી સુધી

મેષ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ સ્ત્રીવર્ગ, ખેતીવાડી, બગીચા કે અન્ય વસ્તુથી ખુબ જ સારો લાભ આપનાર ચંદ્ર તમારા

કાર્યની પ્રસંસા અને કીર્તિ અપાવનાર જુના સ્ત્રી મિત્રોથી પણ લાભદાયક સમય રહે.
બહેનો :- સખી સહેલી સંતાનો કાર્યો થાય.

વૃષભ:- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉધોગ ધંધામાં લોખંડ ખનીજ કે વાહન નાં ધંધામાં સારું રહેશે. નોકરીયાત વર્ગને સરકારી

કાર્યમાં ભાર વધે. ગૃહઉદ્યોગોમાં આવક નં પ્રમાણ વધારવાના પ્રયત્નો સફળતા આપે.
બહેનો :- પિતૃગૃહે શુભ પ્રસંગો સાચવવાનો અવસર મળે.

મિથુન :- ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે મહેનતનું પરિણામ મળે. શાનીમહારાજની રાશિમાં ચંદ્ર રહેતા થોડો

પરિશ્રમ વધારે. તમે ન્યાય અને નીતિથી ચાલશો તો ઈશ્વરીય કૃપાના અધિકારી બની શકશો.
બહેનો :- ધાર્મિક કાર્ય માટે પુરતો સમય મળી રહે.

કર્ક :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વાણીમાં મધુરતા અને વ્યવહારમાં કુશળતા રાખાશો તો તમારા ધાર્યા કામ પાર પાડી શકો.

આવકના સાધનો તમને તમારી મીછા પ્રમાણે ફળ આપનાર હોય વારસાઈ પ્રશ્નોનો સામનો કરવો પડે.
બહેનો :- વાદવિવાદ કે અન્ય માથાકુટથી દુર રહેશો તો સારું રહેશે.

સિંહ :- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ રાત્રી સુધી રહેતા દામ્પત્ય જીવન, ભાગીદારીમાં સારું રહેશે કોઈ અગત્યના નિર્ણયો

લેવાના હોય તો થોડી રાહ જોવી પડશે, તમારા નિર્ણયો લેવામાં થોડી ગડમથલનો સામનો કરવો પડે.
બહેનો :- વિચારોમાં ધાર્મિક કાર્યો કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય.

કન્યા :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ કોર્ટ કચેરીકે મોસાળ પક્ષના કાર્યોમાં સમય અને નાણાનો વ્યય કરાવનાર બને નાની

મોટી મુસાફરીનો ખર્ચ પણ આવે. આરોગ્યની બાબતમાં ખોટી ચિંતાઓ છોડાવી.
બહેનો :- જુના રોગોમાં પરેજી રાખશો તો તબીયત સારી રહેશે.

તુલા:- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોના શિક્ષણ અને આગળના ભવિષ્ય માટે તમારે થોડો સમય આપવો પડે. નવા

મિત્રોનો પરિચય થાય, નાણાકીય પ્રશ્નોનું સુખદ સમાધાન મળતા આનંદ રહે.
બહેનો:- જુના પરિચિતોને મળવાનો આનંદ લઇ શકશો

વૃશ્ચિક:- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ સગવડો વધારવાનો સમય પૂર્ણ થાય. તમારી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ

મનને સંતોષ આપે. મકાન સ્થાવર મિલકત કે ઉદ્યોગ ધંધાના કાર્ય પણ શાંતિથી કરી શકો.
બહેનો:- માતાપિતા તરફથી તમારા કાર્યમાં સહયોગ મળે.

ધન:- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સાહસિકતા આપનાર હિંમત વધારનાર અને પરદેશને લગતી કામગીરીમાં જડપ

વધારનાર બને આયાત નિકાસના આ ધંધામાં હોવ તો અચાનક સારી તકની પ્રાપ્તિ થઇ શકે.
બહેનો:- ભાઈ-ભાંડુ તરફથી ખુબ પ્રેમ પ્રાપ્ત થાય.

મકર:- બીજા સ્થાનમાં ચંદ્ર આવક અને ધન સ્થાનમાં રહેતા ધીમી છતાં મક્કમ આવક આપનાર પારિવારિક જીવનમાં શાંતિ

આપનાર અને પરિવારજનો સાથે નાના મોટા પીકનીક કરવાનો અવસર મળે.
બહેનો:- પરિવારજનોમાં તામ્રું માન મરતબો વધે.

કુંભ:- આપની રાશીમાં રાત્રી સુધી ચંદ્રનં ભ્રમણ ઘણા બધા સારા વિચારો અને સમાજ ઉપયોગી કાર્ય કરવાનું બળ અને

પ્રેરણા આપે તમે અજાણતા બીજાને મદદરૂપ થાવ અને એનું સંપૂર્ણ શ્રેય પ્રાપ્ત થાય.
બહેનો:- મનની શીતલતા વધે ઉદ્વેગો શાંત થાય.

મીન:- વ્યય ભુવનનો ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા આવકનું પ્રમાણ મધ્યમ રહે. અને ખર્ચનું પ્રમાણ વધવાની

શક્યતાઓ રહે. છતાં તમારા દ્વારા કરાયેલ ખર્ચ ઉપયોગી રહેતા મન શાંત રહે.
બહેનો:- બિનજરૂરી વસ્તુની ખરીદી કરતા વિચાર કરવો નાણા બચાવવા.

સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Follow Me:

Related Posts