fbpx
ગુજરાત

ચરાડા દૂધ ઉત્પાદ સહકારી મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની હાર

ચરાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. માદરે વતનમાં જ વિપુલ ચૌધરીના વળતા પાણી જાેવા મળી રહ્યા છે. એક સમયે દૂધસાગર ડેરીના ચેરમેન રહેલા વિપુલ ચૌધરી પોતાના ગામની ચૂંટણી પણ જીતી શક્યા નથી. એટલે કે માદરે વતનમાં જ વિપુલ ચૌધરીને આજે મોટો ફટકો પડ્યો છે.

ચરાડા દૂધ મંડળીમાં વિપુલ ચૌધરીની પેનલ હારી ગઈ છે, જ્યારે અમિત ચૌધરી જૂથના ઉમેદવારની જીત થઈ હોવાની માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે ચરાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં ૧૩ બેઠક પર ૧૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ચરાડા દૂધ ઉત્પાદક મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલ હારી ગઈ છે. ૧૩ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ૧૮ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાં અમિત ચૌધરીની પેનલનો વિજય થયો છે. વિપુલ ચૌધરી જૂથના તમામ ઉમેદવાર હાર્યા હોવાની માહિતી છે. વિપુલ ચૌધરીની પેનલને માત્ર ૨૭૯ મત જ મળ્યા છે.

અત્રે નોંધનીય છે કે, ચરાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં ૧૫ પુરૂષ સભ્યો અને ૩ મહિલ સભ્યો સહિત કુલ ૧૮ સભ્યો મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં વિપુલ ચૌધરી અને અમિત ચૌધરીની પેનલ એકબીજાની સામ સામે હતી.
આ ચૂંટણીના પરિણામ એકદમ ચોંકાવનારા આવ્યા છે. જેમાં સૌથી ઓછા મત પૂર્વ દૂધસાગર ડેરી ચેરમેન વિપુલ ચૌધરીને મળ્યા હતાં. આ સાથે જ વિપુલ ચૌધરી હવે પોતાના ગામની ચૂંટણીમાં પણ હારી ગયા છે. જેથી તેમના સમર્થકો અને પેનલના સભ્યોને ભારે મોટો ઝટકો લાગ્યો છે.

Follow Me:

Related Posts