fbpx
ભાવનગર

ચાઇનીઝ ઇ-ગેમ્બલિંગ કૌભાંડઃ ભાવનગરના યુવકની ધરપકડ

ઈડીએ કમલેશ ત્રિવેદીની શોધખોળ હાથ ધરી

સમગ્ર દેશને હચમચાવનાર રૂપિયા ૧૧૦૦ કરોડના ચાઇનીઝ ઇ-ગેમ્બલિંગ કૌભાંડના મૂળીયા સુધી પહોંચવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ વધુ તપાસ લંબાવી છે. આ કેસમાં ભાવનગરના યુવકની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓએ તેલંગાણા કોર્ટ સમક્ષ પોતે ક્રિપ્ટો કરન્સી ટ્રેડર હોવાનો સ્વીકાર કર્યો છે. કોર્ટે આ યુવકની જામીન અરજીની સુનવણી ૪થી ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખી છે. ચાઇનીઝ કંપનીઓએ ઓનલાઇન છેતરપીંડીઓ આચરી હતી, અને આ કેસના તાર છેક ભાવનગર સુધી લંબાયા હતા, અને એન્જીનિયર નૈસર શૈલેષભાઇ કોઠારીની આ કેસમાં ધરપકડ પણ ઇ.ડી. દ્વારા કરવામાં આવી હતી.
ચાઇનીઝ ઇ-ગેમ્બલિંગ કૌભાંડમાં ઇ.ડી.ને હજુ વધુ લોકોની સામેલગીરી હોવાની શંકાએ તેઓએ તપાસ લંબાવી છે. ૧૧૦૦ કરોડના ઇ-ગેમ્બલિંગ કૌભાંડમાં ચીનના નાગરિક યાન હાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ઇ.ડી. દ્વારા તેને કૌભાંડના મુખ્ય સુત્રધાર તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. ગુડગાંવની ડોકપે ટેકનોલોજી અને લિંકયુન ટેકનોલોજી, દિલ્હીની જગદંબા ટ્રેડિંગની સાથો સાથ ભાવનગરના નૈસર કોઠારીની સંડોવણી પણ સપાટી પર આવી હતી. દરમિયાનમાં તેલંગાણા હાઇકોર્ટમાં ભાવનગરના નૈસર કોઠારીએ દાખલ કરેલી જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ જી.શ્રીદેવીએ ટાંક્યુ હતુકે, યુવાઓ દ્વારા આવા પ્રકારના ગુન્હા આચરવામાં આવે છે તે દુર્ભાગ્પૂર્ણ છે, અને આ કેસની વધુ સુનાવણી ૪થી ફેબ્રુઆરીના રોજ ઠેરવી છે.
કોઠારીએ જામીન અરજી દાખલ કરતા દલીલ કરી હતી કે, તેઓ ક્રિપ્ટો કરન્સી ટ્રેડર છે અને તે ગેરકાનૂની પ્રવૃત્તિ નથી. ગુડગાંંવની ડોકપે કંપની તરફથી ક્રિપ્ટો કરન્સી ખરીદવાનું કહેવામાં આવતા મધ્યસ્થી કમલેશ ત્રિવેદીના માધ્યમથી સમગ્ર ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યુ હતુ. ઇ.ડી. દ્વારા સમગ્ર કૌભાંડને બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ચીનમાં ગેરકાયદે નાણા તબદીલ કરવાના આરોપ તળે ઇ.ડી. દ્વારા હવે કમલેશ ત્રિવેદીની શોધખોળ કરવામાં આવી રહી છે.ચીનની જુદી જુદી કંપનીઓ દ્વારા ઇ-ગેમ્બલિંગ વેબસાઇટો વડે સમગ્ર વિશ્વના લોકો સાથે આર્થિક છેતરપીંડી આચરવામાં આવે છે. હૈદરાબાદનો યુવક આ કૌભાંડનો ભોગ બનતા તેઓએ ક્રાઇમબ્રાંચ સમક્ષ કેસ દાખલ કરાવ્યો હતો, બાદમાં ઇ.ડી. તપાસમાં સામેલ થઇ હતુ.

Follow Me:

Related Posts