fbpx
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લામાં ૬૧૩ કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમૂહૂત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે વિકાસની ગતિ થંભી ગઇ છે, પણ ગુજરાતે આ મહામારીનો મજબૂતાઇથી સામનો કરીને વિકાસની ગતિ અવિરત રાખી છે. કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી લોકસુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જિલ્લાના નાગરિકોની જનસુવિધા અને સુખાકારી માટે રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂ. ૬૦૧.૮૮ કરોડના વિકાસ કામોનો પણ આ વિકાસકામોમાં સમાવેશ થાય છે.
રાજ્યના તમામ ઘરોમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં નલ સે જલ પહોંચાડવાના દૃઢ સંકલ્પને દોહરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. રાજ્યમાં વીજગ્રિડ અને ગેસની ગ્રિડની જેમ જ પાણી વિતરણ માટે એક લાખ કિલોમિટર લાંબી પાઇપ લાઇનની વોટર ગ્રિડ ઉભી કરી છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે. મા નર્મદા ગુજરાતની પરિક્રમા કરવા નીકળી છે. રાજ્યમાં છેલ્લા એક માસમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના રૂ. ૫૭૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વિકાસ વિરોધીઓની આલોચના કરતાં કહ્યું કે, ભૂતકાળની સ્થિતિ જાે જાેવામાં આવે તો પહેલા માત્ર ૨૬ ટકા ઘરોમાં જ નળ જાેડાણની સુવિધા હતી. તે અમારી સરકારે વધારીને ૮૨ ટકા કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ વર્ષ ૨૦૨૪ સુધીમાં નલ સે જલ યોજના સાકાર કરવાનો છે. પણ, ગુજરાત વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ એટલે ૧૦૦ ટકા ઘરોમાં નળથી જળ પહોંચાડી દેશે, તેવું સુદ્રઢ આયોજન કર્યુ છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે, ભૂતકાળમાં માત્ર ચૂંટણી ટાણે જ વિકાસકામો યાદ આવતા હતા. પૂરતી નાણાકીય જાેગવાઇ કે આયોજન વિના જ વિરોધીઓ દ્વારા ખાતમુહૂર્તોના નામે નાટકો કરવામાં આવતા હતા. ચૂંટણી પતી ગયા બાદ એ યોજના ભૂલી જવાતી હતી. શીલાન્યાસનો પથ્થર પણ ધૂળ ખાતો રહેતો હતો. પણ, આ સરકારે પહેલા સુદ્રઢ નાણાકીય આયોજન કર્યા બાદ સૈદ્ધાંતિક-તાંત્રિક મંજૂરી મેળવીને વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા છે. એટલે અમે ગર્વ સાથે કહીએ છીએ કે, અમે જે કામના ખાતમુહૂર્ત કરીએ છીએ તે કામોના અમે જ લોકાર્પણ કરીએ છીએ.
ટીકાકારોને એ વાત યાદ અપાવતા રૂપાણીએ કહ્યું કે, દેશના એક સમયના વડાપ્રધાનએ એવું કહેલું કે, કેન્દ્ર સરકાર એક રૂપિયો વિકાસ માટે મોકલે છે તેની સામે પ્રજા પાસે માત્ર ૧૫ પૈસા જ પહોંચે છે. ભૂતકાળની સરકારોની તિજાેરીમાં મોટા કાંણા હતા અને વચેટિયાઓ આ ૮૫ પૈસા હજમ કરી જતાં હતા. પરંતુ, નરેન્દ્રભાઇ મોદી કહે છે કે હું ખાતો પણ નથી અને ખાવા દેતો પણ નથી. એ બાબત સરકારની પારદર્શક કાર્યશૈલી દર્શાવે છે. અમે પારદર્શક શાસન થકી નાગરિકોના પરસેવાના પૈસાનો સદ્દઉપયોગ કરીએ છીએ. એક રૂપિયાના કામ સામે અમે સવા રૂપિયાનું કામ કરી દેખાડીએ છીએ.

Follow Me:

Related Posts