જુગારના આરોપીનું પોલીસ મથકે મોત થતા પરિવારજનોના ટોળા

ચાણસ્મા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા મંગળવારે બપોરે શહેરના ટેબાવાસમાં જુગારની રેડ કરાઈ હતી. જેમાં પ્રવિણકુમાર જેઠાલાલ રાવળ ઉંમર વર્ષ ૩૬ અને દિનેશકુમાર શંકરભાઈ રાવળ ઉંમર વર્ષ ૪૫ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે ત્રીજાે વ્યક્તિ જયેશ મુળાભાઈ રાવળ નાસી ગયો હતો.ચાણસ્મા પોલીસ સ્ટેશનના પી.આઇ આરએમ વસાવાએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ઉપરના માળે આવેલ જમાદારની રૂમમાં બંને આરોપીઓ દિનેશ અને પ્રવીણ ઉપરાંત પ્રવીણના પરિવારજનો પણ સાથે હતા.આરોપીઓને જામીન ભરવા માટે મામલતદાર કચેરી લઇ જવાતા હતા ત્યારે અચાનક દિનેશને ઊલટી થઈ હતી અને દવાખાને લઈ જતા તેનું મોત થયું હતું. પોલીસ દ્વારા કોઈ મારઝૂડ કરવામાં આવી નથી. દિનેશ ટીબીનો દરદી હોવાથી તેની તબિયત લથડી હોવાનું જણાય છે. મૃતકના કુટુંબમાં કાકા હરગોવન રાવળે પોલીસના મારથી મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો હતો. જાેકે આવી ઘટનામાં પોલીસ ઉપર જ દોષારોપણ થતું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મોડી સાંજે પાટણના પ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતકના પરિવારના સભ્યો દ્વારા તમે જ માર્યો છે, ઉપર લઇ જઇ ને માર્યો છે અને લોહી પણ પડ્યું હશે તેવા આક્ષેપ કરતા સામે પોલીસ અધિકારીએ સમજાવ્યું હતું કે જાે પોલીસે માર્યો હશે તો પોસ્ટ મોર્ટમ માં નિશાન આવશે એટલે ખબર પડી જશે જાેકે આ પછી પણ સમજાવટ ચાલી રહી હતી. પોલીસે બંને આરોપી પાસેથી રૂ. ૧૧૧૦ રોકડ તેમજ મોબાઇલ સહિત કુલ મળી રૂ. ૪૧૧૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને પોલીસે ભાગેડુ આરોપીની શોધ આદરી હતી. તેમજ પકડાયેલા બંને આરોપીને જામીન માટે રજુ કરવા કાર્યવાહી કરાઈ રહી હતી. દરમિયાન દિનેશ રાવળ ને અચાનક ઉલટી થવા લાગતા તેની તબિયત લથડી હતી જેને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ ત્યાં સુધી તેનું મોત નીપજ્યું હતું.ચાણસ્મા પોલીસ દ્વારા મંગળવારે જુગારની રેડમાં બે યુવકોને રાવળ વાસમાંથી ઝડપી લેવાયા હતા. જેઓને પોલીસ સ્ટેશન લઇ ગયા પછી મામલતદાર કચેરીમાં રજૂ કરવાની કાર્યવાહી દરમિયાન એક યુવકને ઊલટી થઈ જવાથી મોત નીપજ્યું હતું. જેને પગલે પોલીસ તંત્રમાં દોડધામ સર્જાઇ હતી. પોલીસના મારના કારણે મૃત્યુ થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ લેવાનો ઇનકાર કરાયો હતો. મોડી સાંજ સુધી મામલો ગૂંચવાયો રહ્યો હતો.
Recent Comments