વર્ષ ૨૦૨૨માં પોતાના શાહી લગ્નને કારણે ચર્ચામાં આવેલા હોલીવુડ ના સ્ટાર જેનિફર લોપેઝ અને બેન એફ્લેકના ચાહકો માટે ચોંકાવનારા એક સમાચાર આવી રહ્યા છે. આ હોલીવુડ સ્ટાર કપલ હવે છૂટાછેડા લેવા જઈ રહ્યું હોવાના અહેવાલ છે. જો મીડિયા રિપોટ્ર્સનું માનીએ તો બેન એફ્લેક જેનિફરનું ઘર છોડી ચૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલનું બ્રેકઅપ થઈ ગયું છે અને હવે આ કપલ છૂટાછેડાની તારીખ તરફ આગળ વધી રહ્યું છે.
મીડિયા સૂત્રો અનુસાર, બેન એફ્લેક અને જેનિફર લોપેઝ પણ તેમના સપનાનું ઘર વેચવા જઈ રહ્યા છે. બેન અહીં જેનિફર સાથે જોવા મળ્યો ન હતો, જે તાજેતરમાં મેટ ગાલા ૨૦૨૪માં જોવા મળી હતી. તે જ સમયે, કપલના છૂટાછેડાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
















Recent Comments