જેને પાર્ટી છોડવી હોય તે જલદી છોડીને જતા રહે માથું કપાવીશ પણ ભાજપ સામે ઝૂકીશ નહીંઃ મમતા બેનર્જીનો પડકારો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનર્જી જયશ્રી રામના નારેબાજીવાળી ઘટનાને લઈ ફરીથી ભડક્યા છે. તેઓએ કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે તેમનું અપમાન થયું છે. તેઓને ખીજવવામાં આવ્યા છે. તે બંગાળને ગુજરાત બનવા નહીં દે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે હું માથું કપાવી દઈશ પણ બીજેપીની સામે ઝૂકીશ નહીં.
એક બાદ એક ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થઈ રહેલા નેતાઓના મામલામાં કહેવામાં આવી રહ્યું છે કે આ મમતા બેનર્જી માટે મોટો ઝટકો છે. હવે આ મુદ્દા પર મમતા બેનર્જી ખુલીને બોલ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો તૃણમૂલ કોંગ્રેસ છોડીને જવા ઈચ્છે છે, તેણે જલદીથી જલદી જતુ રહેવું જાેઈએ.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપની પાસે તાંડવ કરવા સિવાય અન્ય કોઈ કામ નથી. નેતાજીના કાર્યક્રમમાં જય શ્રી રામના નારા લગાવવા પર તેઓએ કહ્યું કે, હું નેતાજીના કાર્યક્રમમાં ગઈ હતી. પણ તેઓની હિંમત કેવી રીતે થઈ. અમુક કટ્ટરપંથી મને ખીજવી રહ્યા હતા. તે મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે ખીજવી રહ્યા હતા. જાે તેઓએ નેતાજી પર નારા લગાવ્યા હોત તો હું તેમને સલામ કરતી. પણ નહીં. મમતાએ કહ્યું કે, નેતાજી અને બંગાળે અપમાન કર્યું છે.
મમતાએ કહ્યુંકે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ તમામના નેતા છે. તે લોકો પીએમની સામે ખીજવી રહ્યા હતા. હું બંદૂકોમાં વિશ્વાસ કરતી નથી. હું રાજનીતિમાં વિશ્વાસ કરું છું. બીજેપીએ નેતાજી અને બંગાળનું અપમાન કર્યું છે. અને મમતાએ એમ પણ દાવો કર્યો કે તે બંગાળને ગુજરાત નહીં બનવા દે. પણ ગુજરાત જ બંગાળ બની જશે.
મમતાએ આગળ કહ્યું કે, ભાજપે પહેલાં પણ બંગાળના પ્રતિષ્ઠિત લોકોનું અપમાન કર્યું છે અને આજે પણ આમ જ કરી રહી છે. મમતાએ એમ પણ કહ્યું કે, બીજેપીનું નામ ‘ભારત જલાઓ પાર્ટી’ રાખવું જાેઈએ.
Recent Comments