બોલિવૂડ

ઝોમેટો એ દરેક ટિ્‌વટનું સમર્થન કરતું હતું જે મારી વિરૂદ્ધ હતુંઃ કંગના

અભિનેત્રી કંગના રનૌતના ખેડૂત આંદોલનને લઈને સતત ટિ્‌વટ કરવાનો સિલસિલો ચાલુ જ છે. તેણે હાલમાં કૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલા લોકો ઉપર નિશાન સાધ્યું છે. તો સાથે સાથે બોલિવૂડના સાથીઓને પણ અરીસો બતાવી રહી છે. હવે કંગના રનૌતે એક ડગલું આગળ વધીને કૃષિ કાનૂનને દેશભક્તિ સાથે જાેડી દીધુ છે. તેમનું સોશિયલ મીડિયા ઉપર એક ટિ્‌વટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ટિ્‌વટમાં કંગનાએ કૃષિ કાનૂનનું સમર્થન કરી રહેલા લોકોને સાચા દેશભક્ત કહ્યા છે. ટિ્‌વટમાં કંગનાએ લખ્યું છે કે, તે તમામ લોકોને શુભ સવાર જે અખંડ ભારતને પ્રેમ કરે છે. જે આ દેશને ટુકડાઓમાં વહેંચવા નથી માંગતા. માત્ર એ લોકોને શુભ સવાર જે કૃષિ કાનૂનને સમજે છે અને તેમનું સમર્થન કરે છે. તે દરેક સાચા દેશભક્ત છે. ખેડૂતોનું હિત કરનારા છે. ગદ્દારોથી બચવુ જરૂરી છે. કંગનાનું આ ટિ્‌વટ ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે આ સંવેદનશિલ મુદ્દામાં દેશભક્તિની એન્ટ્રી કરાવી દીધી છે.
કંગનાના કહેવા મુજબ ઝોમેટોએ સતત એ ટિ્‌વટ અને ટ્રેન્ડનું સમર્થન કર્યું છે જે તેમની વિરૂદ્ધ છે. ત્યારે હવે અભિનેત્રીએ પણ કંપની વિરૂદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. અભિનેત્રી સાચા સમયે છક્કો મારે છે. હવે અભિનેત્રીના નિશાના પર ઝોમેટો આવી ગયું છે. કંગના રનૌત અને દિલજીતની વચ્ચે થઈ રહેલા ટિ્‌વટર વોરમાં કારણ વગર કંપનીએ કુદવાનું કામ કર્યું હતું. તે લિસ્ટમાં આ ઝોમેટો પણ સામેલ હતું. કંગનાએ કહ્યું કે, આ પ્લેટફોર્મ એ દરેક ટિ્‌વટનું સમર્થન કરતું હતું જે મારી વિરૂદ્ધ હતું. પરંતુ હવે કંગના રનૌતે ઝોમેટોની ઉપર ગુસ્સો ઠાલવ્યો છે. તેણે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તો ક્યારેક લડે છે અને ક્યારેક ભેગા થાય છે.

Related Posts