તઘરા પ્રાથમિક શાળામાં નવા શૌચાલય બનાવવા ડીડીઓને કરેલી રજૂઆત હજી સુધી ધ્યાને લેવામાં આવી નથી

નવસારી-વિજલપોર પાલિકામાં સમાવિષ્ટ થયેલા તિઘરા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં વર્ષો પહેલા બનાવેલા બાથરૂમ અને ટોયલેટ જર્જરિત અવસ્થામાં હોય તે બાબતે ડીડીઓને ઓગસ્ટ માસમાં ફરિયાદ કરી હતી પરંતુ આ બાબતે ડીડીઓએ કોઈ પગલાં નહીં લેતા પુનઃ રજૂઆત કરવાની ફરજ પડી હતી.
નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નંબર-૧૩ના નગરસેવક વિજય રાઠોડ દ્વારા ગત ઓગસ્ટ માસમાં ડીડીઓને તિઘરા પ્રાથમિક શાળામાં જર્જરિત થયેલા બાથરૂમ અને ટોયલેટ નવા બનાવી આપવા માટે અપીલ કરતું આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં જણાવ્યું કે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં ૨૦૦થી વધુ ગરીબ અને આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. કોરોના મહામારી દરમિયાન આ શાળા બંધ રહેવાથી બાથરૂમ અને ટોયલેટ કોઈ પણ બાળક વાપરી શકશે નહીં, જેથી બાળકોને ભારે હાલાકિનો સામનો કરવો પડશે તેમ જણાવી તાત્કાલિક આ ટોયલેટ બાથરૂમ નવા બનાવવામાં આવે તેમ જણાવ્યું હતું.
વોર્ડ નંબર-૧૩માં આવેલ તિઘરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં વેક્સિનેશન અંતર્ગત શાળાની મુલાકાત લીધી હતી. જેમાં શાળામાં આવેલા ટોયલેટ અને બાથરૂમ જર્જરિત અવસ્થામાં છે અને વાપરી નહીં શકાય તેવી હાલતમાં છે. આ બાબતે પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. શાળા વેકેશન બાદ શરૂ થશે ત્યારે બાળકોને હાલાકી થશે. આ ફરિયાદ ૧૯મી ઓગસ્ટે અપાઈ હતી પરંતુ કોઈપણ પગલાં નહીં લેવાતા રિમાઇન્ડર આપવાની ફરજ પડી છે
Recent Comments