fbpx
ભાવનગર

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે આશરે દોઢસો વર્ષ પુરાણું ભવ્ય ભૂતકાળ ધરાવતું શ્રી નાગનાથ મહાદેવ

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે આશરે દોઢસો વર્ષ પુરાણું ભવ્ય ભૂતકાળ ધરાવતું શ્રી નાગનાથ મહાદેવ શિવાલય આવેલું છે. નાગનાથ મહાદેવ મંદિર ની કુંઢેલી ગામે સ્થાપના ના ઇતિહાસની કથા મુજબ, ભાવનગર રાજ્યના રાજમાતા માજીરાજબા ના ભત્રીજા શ્રી નાગભા નાનાભા ઝાલા ના નામ સ્મરણ સાથે આ મહાદેવ મંદિરનું નામ નાગનાથ મહાદેવ આપવામાં આવેલું…! તે સમયે નાગભા ઝાલા ભાવનગર રાજયમાં ઉપરી હોય, તેઓ ને ઇનામમાં બક્ષીશ રૂપે હાલનું તળાજા તાલુકાનુ કુંઢેલી ગામ આપવામાં આવ્યું હતું.બાદમાં નાગભા બાપુનું નિ:સંતાન અવસાન થતા, તેમનાં વિધવાએ તે વખતે શિવાલય ની સ્થાપના કરીને નાગભા નામની યાદગીરીરૂપે પ્રતિષ્ઠા થઇ હતી અને તેમના પૂણ્યસ્મરણ સાથે આ મહાદેવનું નામ  નાગનાથ મહાદેવ આપવામાં આવેલું. તે વખતે ભાવનગરની ગાદી ઉપર મહારાજ તખ્તસિંહજી બિરાજમાન હતા. નાગભા ના નાનાભાઈ ભૂપતસિંહ ઝાલા ના વંશજો છઠ્ઠી પેઢીએ કુંઢેલી તેમજ દાધોળીયા (જી. સુરેન્દ્રનગર) માં વસે છે. જૂના ભાવનગર રાજ્ય સાથે જોડાયેલા નાગભા નાનભાન ઝાલા ના નામ ઉપરથી આજે પણ ભાવનગર શહેરમાં નાગભા ઝાલા નો નો ડેલો (દરબારી કોઠાર) તેમજ નાનભા શેરી જાણીતા છે.         

કુંઢેલી ગામે દોઢ સૈકા પહેલા આ શિવાલય નું મુખ પૂર્વ દિશામાં માં નહીં પણ પણ પશ્ચિમાભિમુખ હતું. જે જીર્ણ થતાં ગામ જનો એ રૂપિયા પાંત્રીસ લાખનાં ખર્ચે વાસ્તુશાસ્ત્રની પ્રસિદ્ધ બરાયતલ શૈલીમાં કલાત્મક પથ્થરથી ઘડાયેલું સફેદ શિવાલયનું આજથી બાર વર્ષ પહેલા નિર્માણ કર્યું હતું. આ કાર્યમાં સુરત સ્થિત વતન પ્રેમીઓ એ પણ સક્રિય રસ લઈને યોગદાન આપ્યું હતું. શિખરબંધ અને વિશાળ રંગમંડપ, કલા મંદીત સ્તંભો, દિવ્યમૂર્તિઓ સાથે નું શ્વેત ભવ્ય અને દિવ્ય દેવાલય તળાજા પાલીતાણા બગદાણા માર્ગ ઉપર દર્શનીય સ્થાન બની ગયું છે

Follow Me:

Related Posts