fbpx
ભાવનગર

તળાજા તાલુકાના ગામોમાં નાબાર્ડ દ્વારા સ્વચ્છતા સાક્ષરતા અભિયાન અંતર્ગત કાર્યશિબિર યોજાઈ

ભારત દેશ ગામડાઓમાં વસેલો છે, પરંતુ છેલ્લા દાયકાઓથી શહેરીકરણ તરફનું આકર્ષણ જોવા
મળી રહ્યું છે ત્યારે ગામોમાં પણ આધુનિક સુખ-સુવિધાઓની વ્યવસ્થા ઉભી કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. તેમજ વિવિધ બૅન્કો, જેવીકે ભારતીય રિઝર્વ બેંક, નાબાર્ડ, સહકારી બૅન્કો, ગ્રામીણ વિકાસ બેન્ક વગેરે દ્રારા પણ ગ્રામ્ય જીવન સ્તરમાં સુધાર આવે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે.

આજના યુગમાં ગામમાં પણ ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર જેવી સુવિધાઓ પહોચી છે ત્યારે લોકોની રહેણીકરણીમાં પણ સ્વચ્છતાલક્ષી જરૂરી પરિવર્તનો આવે તે હેતુથી નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક દ્રારા તળાજા તાલુકાનાં નાની અને મોટી બાબરિયાત ગામોના લોકો માટે એક કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યશિબિરમાં શ્રી દિપકકુમારખલાસ, જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ, ભાવનગર,. સીએસપીસીના ક્લસ્ટર મેનેજર અરશીભાઈ નંદાણીયા, સંસ્થાના બાગાયત નિષ્ણાત મુકેશભાઇ ઝીંઝાળા તેમજ બંને ગામની બહેનોએ ભાગ લીધો હતો. નાબાર્ડ બેન્કના ભાવનગર
જીલ્લાના મેનેજર શ્રી દિપક ખલાસે પ્રાસંગિક પ્રવચનમાં શૌચાલયના ઉપયોગ તેમજ તેની સ્વચ્છતા ઉપર લોકોનું માર્ગદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે કોવિડ 19 જેવી રોગચાળાની પરિસ્થિતિમાં સ્વચ્છતાનુ પાલન કરવું ખુબજ જરૂરી છે, જેમકે નિયમિતપણે હાથ સાફ કરવાં, જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ કરવો, સામાજિક સ્તરે અન્ય લોકોથી થોડી દૂરીનું અંતર રાખવું વગેરે. ઉપરાંત બેન્કની ગ્રામ વિકાસ માટેની વિવિધ યોજનાઓ તથા સર્વે ગ્રામીણ સમુદાયનું જીવનધોરણ કેવી રીતે ઊંચું આવે તે માટે નાબાર્ડની તત્પરતા વિશે જણાવ્યુ હતું તેમજ બહેનોના સખી મંડળની સરકારની વિવિધ યોજના અને ખેડૂતો માટે પણ અનેક સહાય યોજના બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

સી.એસ.પી.સી.ના મુકેશભાઇ ઝીંઝાળાએ સંસ્થાની કામગીરી વિશે તથા ખેતી અને પશુપાલન થકી બહેનોની આત્મનિર્ભરતાની સાફલ્ય ગાથાઓની વાત કરી હતી, તેઓએ જણાવ્યુ હતું કે નાબાર્ડ સાથેની પરિયોજના લોક સહયોગથી અને લોક ફાળા સાથે ચાલી રહી છે. અરશીભાઈએ મહિલાઓના સંગઠન અને તેના થકી પગભર થવા બાબતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની વાત કરી હતી તથા સખી મંડળના માધ્યમથી પણ બહેનો આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ કરી શકે તે અંગે માહિતી આપી હતી. અતિથિ વકતાઓએ પણ તેમના વક્તવ્યમાં નાબર્ડની
પહેલની પ્રસંશા કરી હતી અને શૌચાલય બનાવવાં તેમજ તેના ઉચિત ઉપયોગ અને સ્વચ્છતાં જાળવવાં માટે ગ્રામજનોને હાકલ કરી હતી.

ગામના યુવા આગેવાન શ્રી જીતુભાઈ ચાવડાએ નાબાર્ડ ડી.ડી.એમ. તેમજ સી.એસ.પી.સી.સંસ્થાના કાર્યોકારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે ગામનો વિકાસ ભાઇચારા અને લોક સહયોગ વિના અશક્ય છે અને સ્વસ્થા પણ બધા
સાથે મળીને પ્રયત્નો કરીશું, તો જ આપણે સુખી રહીશું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના આંગણવાડી કાર્યકર શ્રી મંજુબહેન તથા શ્રી રતુબહેન અને સંસ્થાના શ્રી મહેશભાઇ ઘોઘારી, શ્રી મિલનભાઈ કેરાસિયા, શ્રી સુભાષભાઈ ગોહિલ તેમજ ગ્રામ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts