fbpx
અમરેલી

દામનગરના યુવાન વિપુલભાઈ ગોદાવરિયા નું જીવ ના જોખમે આરોગ્ય ક્ષેત્રે અવિરત સેવા બદલ જિલ્લા કલેકટર આયુષ ઓકના વરદહસ્તે બે વખત વિશિષ્ટ સન્માન

સુરત ખાતે દામનગર ના યુવાન નું જિલ્લા કલેકટર ના વરદહસ્તે બે વખત વિશિષ્ટ સન્માન આરોગ્ય ક્ષેત્રે અવિરત સેવા બદલ જિલ્લા કલેકટર સુરત  આયુષ ઓક સાહેબ દ્વારા કોવિડ ૧૯ માં શ્રેષ્ટતમ કામગીરી બદલ વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કરતો દામનગર નો યુવાન વિપલ ગોદાવરિયા ગુજરાત સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ થતાં કરાયેલ ઉજવણી માં દામનગર ના વિપુલભાઈ ધીરૂભાઇ ગોદાવરિયા નું આરોગ્ય ક્ષેત્ર માં કોવિડ ૧૯ ના કપરાકાળ માં જીવ ના જોખમે અવિરત સેવા બદલ વિશિષ્ટ  ગૌરવ પૂર્ણ  સન્માન કરાયું હતું આરોગ્ય સેવા માં કર્મચારી તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ ગોદાવરિયા ને સુરત ના કલેકટર આયુષ ઓક સાહેબ ના વરદ હસ્તે બીજી વાર સન્માનીત કરતા હર્ષ અને ગૌરવ ની લાગણી વ્યાપી હતી  

Follow Me:

Related Posts