fbpx
રાષ્ટ્રીય

દિલ્હી બોર્ડર પર આકરી ઠંડીના કારણે એક ખેડૂતનું મોત

ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની વચ્ચે ખેડૂતો દિલ્હીની બોર્ડર પર ૧૩ દિવસથી પ્રદર્શન કરી રહયા છે. દરમિયાન સિંધુ બોર્ડર પર આજે એક ખેડૂતનુ મોત થતા ગમગીની ફેલાઈ ગઈ હતી.
મરનાર ખેડૂતનુ નામ અજય હોવાનુ અને તેની ઉમર ૩૨ વર્ષ હોવાનુ જાણવા મળ્યા છે.તે હરિયાણાનો રહેવાસી છે.તેની પાસે એક એકર જમીન હતી અને તે જમીન ભાડે લઈને તેના પર ખેતી કરતો હતો.ગઈકાલે રાતે તે જમીને સુઈ ગયો હતો અને આજે સવારે ફરી ઉઠી શક્ય નહોતો.પરિવારજનોનુ કહેવુ છે કે, ઠંડીના કારણે તેનુ મોત થયુ છે.
દિલ્હીમાં અત્યારે શીત લહર ચાલી રહી છે અને આવા વાતાવરણમાં પણ હજારો ખેડૂતો ખુલ્લામાં દેખાવો કરી રહ્યા છે અને ૧૩ દિવસથી ખેડૂતોનુ આંદોલન ચાલી રહ્યુ છે.જાેકે આવી સિઝનમાં પણ ખેડૂતોનો જુસ્સો યથાવત છે.આ પહેલા પણ બે ખેડૂતો મોતને ભેટી ચુક્યા છે.

Follow Me:

Related Posts