દીવમાં દારૂના નશામાં કારચાલકે મહિલા કચડી, લોકોએ પોલીસને સોંપ્યો
દીવમાં દારૂના નશામાં એક શખ્સ બેફિકરાઈથી કાર ચલાવી રહ્યો હતો. નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતા મોત નીપજ્યું હતું. બાદમાં કાર લઈને ફરાર થાય તે પહેલા જ લોકોએ તેને પકડી લીધો હતો અને માર મારી પોલીસને સોંપ્યો હતો. પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગઈકાલે મંગળવારે બપોરે દીવના રબેરી રોડ પર ચોટીલાનો રહેવાસી યોગેશ જયસ્વાલ નામના શખ્સે દારૂના નશામાં ધૂત થઈ પોતાની જીજે-૧૩-એએચ-૨૧૫૮ નંબરની કાર બેફિકરાઈથી ચલાવી સફાઈ કર્મચારીને હડફેટે લેતા તેમને હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું. બીજી તરફ કાર ચાલક ફરાર થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને કાર રોકી યોગેશને પોલીસને હવાલે કર્યો હતો.
દીવના રબેરી રોડ પર એક દારૂના નશામાં યોગેશ સર્પાકાર રીતે કાર ચલાવી રહ્યો હતો. ત્યારે ખુણા પર ઉભી મહિલા સફાઈ કર્મચારીને ઠોકર મારી હતી. બાદમાં મહિલા રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં લોકો એકત્ર થઈ જતા યોગેશ બેફિકરાઈથી કાર લઈ ફરાર થવાનો પ્રયાસ કરે છે. પરંતુ લોકો પાછળ દોડી કારને રોકી લે છે અને યોગેશને બહાર કાઢી માર મારી પોલીસને સોંપે છે.
Recent Comments