fbpx
ગુજરાત

દેવભૂમિ દ્વારકા ખાતે યોજાનાર આર્મી ભરતી રેલીના ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લેવા

દેવભૂમિ દ્વારકા એન.ડી.એચ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આગામી આર્મી ભરતી રેલી-૨૦૨૧ માટે જે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે એમના ભરતી રેલી સમયે ફરજીયાત સાથે લાવવા માટેનું એડમીટ કાર્ડ (કોલ લેટર) આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ દ્વારા ઇસ્યુ થઈ ગયેલ છે. આ ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ઉમેદવારોએ પોતાના ઈમેઈલમાં આવેલ એડમીટ કાર્ડ(કોલ લેટર) ડાઉનલોડ કરીને અચૂક પ્રિન્ટ કઢાવી લેવાના રહેશે. વધુમાં બગસરા,લીલીયા, જાફરાબાદ, રાજુલા, બાબરા, સાવરકુંડલા, કુકાવાવ, ધારી, ખાંભા, લાઠી આ તમામ તાલુકાઓના  ઉમેદવારો માટે ભરતી રેલીની તારીખ ૦૩/૦૨/૨૦૨૧, બુધવારના રોજ છે, તો ઉમેદવારોએ તા.૦૨/૦૨/૨૦૨૧ના રોજ રાત્રે ૧૨:૦૦ કલાકે ભરતી રેલીના સ્થળ પર અચૂક પહોંચવાનું રહેશે એમ રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts