fbpx
રાષ્ટ્રીય

દેશમાં યુકેવાળા નવા કોરોનાના વધુ ૫ દર્દી મળ્યા, સંક્રમિતોનો આંક ૨૫ થયા

તમામ ૨૫ સંક્રમિત વ્યક્તિઓને સરકારી સુવિધામાં આઈસોલેટ કરાયા

ભારતમાં બ્રિટનવાળા નવા કોરોના વાયરસના દર્દીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનના વધુ પાંચ દર્દીઓ મળ્યા છે. આ સાથે જ નવા કોરોના સ્ટ્રેનથી સંક્રમિતોનો આંક ૨૫ થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ અંગે સત્તાવાર પુષ્ટી કરી છે. બુધવારે નવા કોરોના સ્ટેરનના વધુ ૧૪ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં દિલ્હીથી આંધ્ર પ્રદેશ ભાગી ગયેલી મહિલાનો પણ સમાવેશ થયો હતો.
કોરોના વાયરસના નવા સ્ટ્રેનના પાંચ પૈકીના ચાર કેસ દિલ્હીના છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ ચાર કેસની અને સીએસઆઈઆર-ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એડ એન્ટીગ્રેટિવ બાયોલોજીએ એક કેસની ખાતરી કરી છે. નવા કોરોનાના લક્ષણથી સંક્રમિત દર્દીઓને સરકારી આરોગ્ય સેવા સાથે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
જીનોમ ક્રમ બાદ ભારતાં બ્રિટનવાળા કોરોના વાયરસના કુલ ૨૫ કેસો સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ૨૫ સંક્રમિત વ્યક્તિઓને સરકારી સુવિધામાં આઈસોલેટ કરાયા છે. થોડા દિવસો અગાઉ બ્રિટનમાં સૌપ્રથમ નવા પ્રકારનો કોરોના વાયરસ મળ્યો હતો અને તેને પગલે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો હતો.
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન અગાઉના કોરોના વાયરસ કરતા વધુ ઘાતક છે. આ વાયરસ ૭૦ ટકા વધુ સક્રમિત કરે છે. અમેરિકામાં પણ આ વાયરસના બે કેસો સામે આવ્યા છે. ભારતમાં આ નવા કોરોના વાયરસની ઓળખ માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે તૈયારીઓ સઘન કરી છે.

Follow Me:

Related Posts