અમરેલી જિલ્લામાં આવેલા ગીર પૂર્વ અને રેવન્યુ વિસ્તારમાં દીપડા આતંક મચાવી રહ્યા છે. ગીરના ગામડા અને રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા દીપડાઓએ અનેકવાર ખેડૂતો પર હુમલા કર્યા છે ત્યારે ફરી એકવાર ધારીના મોણવેલની સંતોકબેન નામની મહિલા પર દીપડાએ હુમલો કર્યાની ઘટના બની છે. વહેલી સવારે દીપડાએ મહિલના પગે બટકું ભર્યું હતું, મહિલાએ બૂમરાડ કરતા દીપડો નાસી છૂટ્યો હતો. એકઠાં થયેલા લોકોએ મહિલાને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.
મોણવેલમાં મહિલા પર દીપડાના હુમલાથી લોકોમા ભયનો માહોલ ઉભો થયો છે. સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા દીપડાને પાંજરે પુરવા લોકોએ માંગ ઉઠી છે. સતત દીપડાના વધતા જતા આંતક સામે વનવિભાગની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. વનવિભાગ ગીર અને રેવન્યુ વિસ્તારમા, ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલિંગ વધારી ગ્રામજનોની સુરક્ષા વધારે તે જરૂરી છે. સમગ્ર ઘટનાની જાણ થતા ડી.સી.એફ. દ્વારા સ્થાનિક વનવિભાગ ને સૂચના આપી દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું ગોઠવી દીપડાને ઝડપથી પાંજરે પુરવા સૂચના આપી છે
Recent Comments