fbpx
અમરેલી

ધારી અને ચલાલા ખાતે નારી સંમેલન યોજાયા

રાજય મહિલા આયોગ અને અમરેલી વહીવટી તંત્ર દ્વારા તા.પ ના લુહાણા મહાજન સમાજની વાડી ધારી ખાતે અને તા.6 ના બ્રહ્મસમાજની વાડી ચલાલા ખાતે નારી સંમલેનનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. નારી અદાલતના પ્રચાર પ્રસાર માટે મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્‍તિતકરણ અને મહિલા વિષયક યોજનાની જાણકારી આપી શકાય તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. ધારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. જયારે આજે ચલાલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. વિવિધ સંસ્‍થાઓના તજજ્ઞો દ્વારા મહિલાઓને બંધારણથી મળેલ હકો તથા અધિકારોની જાણકારી આપવામાં આવી હતી. મહિલા બાળ કલ્‍યાણ, આરોગ્‍ય, શિક્ષણ અને સમાજ સુરક્ષાને લગતી વિવિધ મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટે ઉપસ્‍થિત બહેનોને રાજય સરકાર દ્વારા મહિલાઅનેબાળ કલ્‍યાણ ક્ષેત્રે આપવામાં આવતી સહાય અંગે વિસ્‍તૃત માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટએ કર્યું હતું. દહેજ અને અન્‍ય કુરિવાજો સામે લડત આપતા કાયદાઓની સમજ આપવામાં આવી હતી તેમજ મહિલાઓને લગતી ફિલ્‍મનું નિદર્શન કરવામાં આવ્‍યુ હતું. આ કાર્યક્રમોમાં મહિલા બાળ કલ્‍યાણ તથા દહેજ પ્રતિબંધક જેવા સંલગ્ન ખાતાઓના અધિકારીઓ – કર્મચારીઓ તેમજ બહોળી સંખ્‍યામાં બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts