કપડવંજ શહેરના ધોરણ 12 સામાન્ય પ્રવાહની એપ્રિલ 2022 ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષયનું પેપર પાઠ્યપુસ્તક આધારિત નહીં નીકળતા વાલીઓ દ્વારા શિક્ષણ સચિવને લેખિત રજુઆત કરવામાં આવી છે. વાલીઓએ કોમ્પ્યુટર વિષયમાં કઠિન પ્રશ્નપત્ર અંગે વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીઓની રજૂઆત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવને અને શિક્ષણ મંત્રીને લેખિતમાં કરી હતી. જેમાં જણાવેલ છે કે કોરોનાની વિદાય પછી આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ વગેરેની પરીક્ષાના પ્રશ્નપત્રો એકંદરે સરળ હતા. બધા વિષયોના પ્રશ્નપત્રો પાઠ્યપુસ્તક આધારિત હતા. સરકારનું હકારાત્મક વલણ છતાં દુઃખની વાત એ છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ કમ્પ્યૂટર વિષયનું પ્રશ્નપત્ર પાઠ્યપુસ્તક આધારિત ન હતું. માત્ર સંદર્ભ સાહિત્ય આધારિત હતું. અમારા સહિત શાળાઓમાં કોમ્પ્યુટર વિષયનું પેપર અતીશય કઠિન હોવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ કેજે બીજા વિષયોમાં 100 માંથી 90 માર્ક્સ લાવવા સક્ષમ છે, તેને પાસ થવા માટે જોઈતા ગુણ પ્રાપ્ત કરવા મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં અમારી માગણી છે કે કમ્પ્યુટર વિષયના માર્કસ અમારા બીજા વિષયોના ગુણાક સાથે શ્રેષ્ઠ, માધ્યમ, કે સામાન્ય આ ત્રણેયની કક્ષા પ્રમાણેના માર્કસ કોમ્પ્યુટર વિષયમાં આપવા જોઈએ. આ કુદરતી ન્યાય છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દી માં તકલીફ અને હાની ન થાય એ માટે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી અમારી માંગણી અને વિનંતી છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટરનું પેપર પુસ્તક આધારિત ન નીકળતા છાત્રો ચિંતામાં કપડવંજ શહેરના વાલીઓએ શિક્ષણ સચિવને લેખિતમાં રજૂઆત કરી
















Recent Comments