નરોડાથી ગુમ વ્યક્તિનો મૃતદેહ ઊજાલા સર્કલ પાસેથી મળતા ચકચાર મચી
રાજ્યમાં ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના નરોડાથી ગુમ વ્યક્તિની હત્યા કરીને તેનો મૃતદેહ ઊજાલા સર્કલ પાસે અવાવરૂં જગ્યાએ દાટી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી હતી. જે જગ્યાએ મૃતદેહ દાટી દેવાયાની આશંકા હતી. અમદાવાદના નરોડાથી ગુમ વ્યક્તિ કે જેમનું નામ અવધેશસિંહ છે જેમનો મૃતદેહ ઊજાલા સર્કલ પાસે અવાવરૂં જગ્યાએથી મળ્યો છે.
જ્યારે મૃતક અવધેશસિંહની રીક્ષા અંબાજીથી મળી આવી છે. આ ઘટનામાં ર્જીંય્ ક્રાઈમે એક આરોપીની અટકાયત પણકરી હોવાની માહિતી મળી રહી છે. આ હત્યામાં ૩ આરોપીઓની સંડોવણી ખુલી છે. આ ઘટનાને અંજામ નાણાંની લેતી-દેતીમાં થઈ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપીઓ એકબીજાથી પરિચિત હતા અને સમગ્ર હત્યામાં ત્રણ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ર્જીંય્ ક્રાઇમે સમગ્ર ઘટનામાં એક આરોપીની અટકાયત કરી છે. અવધેશ સિંહ ભદોરીયાની ડેડબોડી મળવાનો મામલે અમદાવાદ એસઓજી ક્રાઇમે ૧ આરોપીની અટકાયત કરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ગુમ થયેલા અવધેશસિંહ ભદોરીયા નામના યુવકની હત્યા થઇ હોવાની તેમજ મૃતદેહને ઉજાલા સર્કલ નજીક અવાવરું જગ્યાએ દાટી દેવાયાની આશંકા સેવાઈ રહી છે. જે જગ્યાએ મૃતદેહ દાટી દેવાયાની આશંકા છે એ જગ્યાએ પોલીસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં ખોદકામ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
મૃતક અવધેશસિંહ ૩૧ જુલાઇએ નરોડા વિસ્તારમાંથી ગુમ થયા હતા. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે અવાવરૂં જગ્યાએ મૃતકનો મૃતદેહ દટાયેલો હોવાની માહિતી મળી હતી. ૨ તારીખના રોજ અવધેશ સિંહ ભદોરીયા મોડે સુધી ઘરે ન આવતા પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments