નિજાનંદ પરિવાર દ્વારા ભાણગઢમાં વિવિધ સામાજિક સેવા કાર્ય થશે. મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે ગામ દત્તક લેવાયું.
સામાજિક સેવા કાર્ય માટે નિજાનંદ પરિવાર દ્વારા સિહોર તાલુકાના ભાણગઢ ગામને દત્તક લેવાનો કાર્યક્રમ મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે યોજાઈ ગયો.
સિહોર તાલુકાનું છેલ્લું ગામ ભાણગઢ કે જ્યાં મજુર અને આર્થિક નબળા પરિવારો વસે છે. આ નાનકડા ગામને સેવા કર્યો કરતા નિજાનંદ પરિવાર દ્વારા પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરીના દિવસે દત્તક લેવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.
આ પ્રસંગે શ્રી હરિબાપુ ( નેસડા), શ્રી ભોળાનાથ શાસ્ત્રી ( વરતેજ), તબીબ શ્રી રંજન, ઉદ્યોગપતિ મોહનભાઈ બિસ્નોઈ, અને આગેવાન જયંતિભાઈ ચુડાસમાની ઉપસ્થતિ સાથે અહીં 18 વિધવા મહિલાઓને સ્વર્ગસ્થ જશીબેન શાહ (અમેરિકા) પરિવારના સૌજન્યથી અનાજ કરિયાણાની થેલી અર્પણ કરવામાં આવી. અહીંયા ભાવનગરના હાડવૈદ્ય નટુભાઈ વનરા દ્વારા હાડકાની શિબિરનો પણ ગ્રામજનોને લાભ મળ્યો.
નિજાનંદ પરિવાર દ્વારા આ ગામમાં આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ, પોષણ, યોગ, વ્યસન મુક્તિ, ગૌ સેવા વગેરે સંદર્ભે સામાજિક સેવા કાર્ય હાથ ધરાયેલ છે, તેમ અનિલભાઈ પંડિત દ્વારા જણાવાયેલ છે.
દત્તક કાર્યક્રમ આયોજનમાં શિક્ષક રાજેન્દ્રસિંહ સોલંકી, શિક્ષકગણ અને ગ્રામજનો દ્વારા સહયોગ મળ્યો છે.
Recent Comments