fbpx
ગુજરાત

પંચાવન વર્ષથી વધુ ઉંમર ધરાવનારોએ દાવેદારી માટે ફોર્મ ભરવું નહીઃ પાટીલ

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આગામી દિવસોમાં દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૃ થવાની છે ત્યારે પંચાવન વર્ષથી વધુ ઉંમર ધરાવનારાઓએ દાવેદારી માટે અરજી કરવી નહી તેવી ટીપ્પણી ભાજપ પ્રદેશ પ્રમુખે આજે એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. સુરત મહાનગરપાલિકામાં ૧૯૯૫થી ૨૦૨૦ સુધી ભાજપનું શાસન રહ્યું છે તે દરમિયાન કરવામાં આવેલી કામગીરીની બુક ભાજપ દ્વારા આજે બહાર પડાઇ હતી.
સુરત ભાજપ કાર્યાલય ખાતે વિમોચન પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતના વિકાસની ગતિ દેશના અન્ય શહેરો કરતાં અનેકગણી વધારે છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, મ્યુનિ. ચૂંટણીમાં દરેક વોર્ડમાંથી ૧૦૦થી વધુ દાવેદારો આવે તેમ છે. પણ સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાની કામગીરી કોણે કરી છે ? અને કોને લાભ મળ્યો છે તે માટે દાવેદારી વેળા આપવી પડશે. તેમણે એવી ટીપ્પણી પણ કરી હતી કે,
પંચાવન વર્ષથી વધુ ઉંમર ધરાવનારોએ દાવેદારી માટે ફોર્મ ભરવું નહી. પેજ કમિટીની કામગીરીને પણ ધ્યાને લેવાશે. રાજકારણમાં કોઇ સ્વૈચ્છીક નિવૃત્તિ લેતું નથી પણ કામ કરનારાઓની કદર કરાશે. ચૂંટણીમાં પણ આ ફોમ્ર્યુલા અપનાવાશે તેવા સંકેત તેમણે આપ્યા હતા. સુરતમાં ૧૨૦ બેઠક છે બધા દાવેદારોને ટિકિટ મળવાની નથી. ટિકિટ નહી મળે તેને અન્ય કામગીરી સોંપાશે.

Follow Me:

Related Posts