fbpx
રાષ્ટ્રીય

પરાગ વિશ્વની ટોચની ૫૦૦ કંપનીઓમાં સૌથી યુવાન સીઈઓ

ટ્‌વીટરના સીઈઓ બનવાની સાથે જ મુંબઈમાં જન્મેલા ૩૭ વર્ષના પરાગ અગ્રવાલ દુનિયાની ટોચની ૫૦૦ કંપનીઓમાં સૌથી યુવાન સીઈઓ બની ગયા છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપનીઓ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, એડોબના શાંતનુ નારાયણ, આઈબીએમના અરવિંદ કૃષ્ણા અને આલ્ફાબેટ (ગૂગલ)ના સુંદર પિચાઈની યાદીમાં હવે ટ્‌વીટરના નવા બોસ પરાગ અગ્રવાલ પણ જાેડાઈ ગયા છે.પરાગ અગ્રવાલ જાહેરમાં જ નહીં, ટ્‌વીટરમાં પણ બહુ ઓછા જાણિતા છે. તેમની નિમણૂકથી ટ્‌વીટરમાં પણ અનેક લોકોને આશ્ચર્ય થયું હતું. જાેકે, કંપનીની અનેક મોટી વ્યૂહાત્મક પહેલોમાં પરાગ ખૂબ જ નજીકથી જાેડાયેલા હતા. પરાગ અગ્રવાલે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં યુઝર્સને ટીપ્સ મોકલવા જેવી બાબતો માટે ક્રિપ્ટોકરન્સીને પ્લેટફોર્મ પૂરું પાડવાના ટ્‌વીટરના પ્રયાસોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વધુમાં તેમણે ટ્‌વીટરની અલ્ગોરિધમિક ભૂલો અંગે પારદર્શી થવાના કંપનીના પ્રયાસોનું પણ સમર્થન કર્યું હતું. તેમણે જ કંપનીને ફોટો-ક્રોપિંગ અલ્ગોરિધમ ભેદભાવપૂર્ણ હોવાની કબૂલાત કરવા કંપનીને વિનંતી કરી હતી.અગ્રવાલ વાર્ષિક ૧૦ લાખ યુએસ ડોલરનો પગાર મેળવશે. વધારામાં બોનસ, નિયંત્રિત સ્ટોક યુનિટ્‌સ અને પરફોર્ન્સ આધારિત સ્ટોક યુનિટ્‌સ પણ મેળવશે. જેક ડોર્સીએ જણાવ્યું હતું કે, સ્થાપકના નેતૃત્વમાં કંપનીના હોવાના મહત્વ અંગે ઘણી વાતો થતી હોય છે. પરંતુ હું માનું છું કે, સ્થાપક તરીકે આ કંપનીથી દૂર થવાનો સમય આવી ગયો છે. રાજીનામું આપવા માટે આ યોગ્ય સમય છે અને તે માટેનું એક મહત્વનું કારણ એ છે કે પરાગ ટ્‌વીટરના સીઈઓ બનવાના છે. બોર્ડે વ્યાપક ચર્ચા વિચારણા કર્યા પછી સીઈઓ તરીકે પરાગની પસંદગી કરી છે. એક દાયકા પહેલાં ટ્‌વીટર સાથે જાેડાયેલા પરાગ અગ્રવાલ અગાઉ ચીફ ટેક્નોલોજી ઓફિસર (સીટીઓ) પદે હતા. તેમણે કહ્યું કે, આ દાયકામાં ટ્‌વીટરે અસાધારણ પ્રગતિ કરી છે. આપણો હેતુ ક્યારેય વધુ મહત્વનો રહ્યો નથી. આપણા લોકો અને આપણી સંસ્કૃતિ વિશ્વમાં કોઈપણ હોઈ શકે છે. આપણે કંઈ પણ કરીએ તેની કોઈ મર્યાદા નથી. આજે સમગ્ર વિશ્વ આપણને જાેઈ રહ્યું છે. આ બાબત સંકેત આપે છે કે આપણે જે કરી રહ્યા છીએ તે ઘણું મહત્વનું છે.ટ્‌વીટરના સીઈઓ બનવાની સાથે પરાગ અગ્રવાલ અમેરિકા સ્થિત વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓનું સંચાલન કરતાં ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ્સની પાવર ક્લબમાં જાેડાઈ ગયા છે. ટ્‌વીટરના વિદાય લઈ રહેલા સહ-સ્થાપક સીઈઓ જેક ડોર્સીએ કહ્યું કે, આઈઆઈટ મુંબઈ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ૩૭ વર્ષીય પરાગ અગ્રવાલ કંપનીના નવા સીઈઓ હશે. આ સાથે પરાગ અગ્રવાલ પાંચમા ભારતીય છે જે અમેરિકન બહુરાષ્ટ્રીય કંપનીઓનું સંચાલન કરી રહ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આ કંપનીઓની માર્કેટ વેલ્યુ અંદાજે પાંચ લાખ કરોડ છે, જે ભારતના જીડીપી કરતાં બમણી છે. ભારતનો જીડીપી હાલ ૨.૭ લાખ કરોડ ડોલર હોવાનું મનાય છે. ટેક્નોલોજી સિવાય ભારતીયોએ નેતૃત્વ કર્યું હોય તેવી અમેરિકાની અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પેપ્સીકોમાં ઈન્દ્રા નૂયીએ લગભગ ૧૨ વર્ષ નેતૃત્વ કર્યું હતું. માસ્ટરકાર્ડના સીઈઓ રહી ચૂકેલા અજય બંગા હાલ એક્ઝિક્યુટિવ ચેરમેન છે.

Follow Me:

Related Posts