પેટ્રોલમાં ૨૫ અને ડિઝલમાં ૨૭ પૈસાનો વધારો
ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ સતત વધારો જાેવા મળી રહ્યો છે. સતત ત્રણ દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતાં ઉછાળો જાેવા મળ્યો છે. આજે ડીઝલની કિંમતમાં ૨૪થી ૨૭ પૈસાનો વધારો થયો છે તો પેટ્રોલની કિંમતાં ૨૩થી ૨૫ પૈસાનો વધારો થયો છે.
ઇન્ડિયન ઓઈલ તરફથી મળેલી જાણકારી અનુસાર આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૪.૯૫ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે કોલકાતમાં પેટ્રોલની કિંમત ૮૬.૩૯ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. મુંબીમાં પેટ્રોલની કિંમત ૯૧.૫૬ રૂપિયા પ્રતિ લિટર છે તો ચેન્નઈમાં કિંમતમાં વધારો થયા બાદ પેટ્રોલની કિંમત ૮૭.૬૩ રૂપિયા પ્રતિ લિટર છે.
Recent Comments