પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેની “અમૃત ખેડૂત બજાર”નો રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે રવિવારના રોજ શુભારંભ કરાવશે
પ્રાકૃતિક ખેત પેદાશના ઉત્પાદન સીધા વેચાણ અર્થે આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને જિલ્લા
વહીવટી તંત્ર દ્વારા દર રવિવારે “અમૃત ખેડૂત બજાર”નું ભાવનગર ખાતે આયોજન કરવામાં આવનાર છે.
તા.૧૦/૦૧/૨૦૨૧ રવિવારના રોજ આ “અમૃત ખેડૂત બજાર”નો શિક્ષણ રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે સવારે
૭:૦૦ કલાકે શુભારંભ કરાવશે.
આ “અમૃત ખેડૂત બજાર ”મા ભાવનગર જિલ્લાના પ્રકૃતિક ખેતી કરતા લગભગ ૧૩૪ ખેડૂતોની જુદી જુદી ખેત
પેદાશો જેવી કે અનાજ, કઠોળ, મરી-મસાલા, શાકભાજી, ફળ-ફળાદી, સિંગતેલ, દેશી ગોળ વગેરેનું જુદા જુદા ૨૧
સ્ટોલ ઉપરથી રવિવારે સવારે ૭:૦૦ કલાક થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી સીધું વેચાણ કરવામાં આવશે. આ
“અમૃત ખેડૂત બજાર”નો બોહળી સંખ્યામાં શહેરીજનોને લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ભાવનગર દ્વારા
જણાવવામા આવ્યુ છે.
Recent Comments