પ્રેમી સાથે અફેરની શંકાએ સિવિલની નર્સે યુવતીને મેસેજ કરીને ગાળો આપીઃ પોલીસ ફરિયાદ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/08/130240702_3470506126397611_5694819331188736149_n-4-1140x620.jpg)
પ્રેમી સાથે અફેરની શંકાએ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીએ ખાનગી કંપનીની યુવતીને બિભત્સ મેસેજ મોકલતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં કામ કરતી ૨૨ વર્ષની યુવતીને રાજકોટની સિવિલ હોસ્પિટલની નર્સે ગંદા મેસેજ મોકલ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે ગીતા નામની યુવતીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગીતાને એવી શંકા હતી કે તેના પ્રેમીનો ફરીયાદી યુવતી સાથે અફેર છે. જેનો ખાર રાખી પોતાના મોબાઈલમાંથી જ ફરીયાદી યુવતીને બિભત્સ મેસેજ કરી ગાળો ભાંડી હતી. જેથી ફરિયાદી યુવતીએ સાયબર ક્રાઈમાં અરજી કરતા આરોપી યુવતીની અટકાયત કરવામાં આવી છે.
ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર મોબાઈલ અને વ્હોટ્સએપ પર જુદા-જુદા સાત મોબાઈલ નંબર પરથી ગાળો ભાંડતા મેસેજ આવ્યા હતા. એટલું જ નહીં, મોડીરાતે તમાન નંબરો પરથી ઘણા બધા કોલ્સ પણ આવ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સૂત્રો મુજબ આરોપી નર્સે ૭ મોબાઈલ નંબરથી યુવતીને મેસેજ કર્યા હતા. જેમાંથી બે નંબર તેના નામે જ રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાકીના પાંચ નંબર બીજાના નામે છે, આ બધા નંબર્સનો પણ તે જ ઉપયોગ કરતી હતી.
Recent Comments