fbpx
ગુજરાત

ફાયર સેફ્ટીના અમલ મામલે ગુજરાત હાઈકોર્ટના રાજ્ય સરકારને વેધક સવાલો ફાયર સેફ્ટી એનઓસી વિના બી.યુ.પરમિશન કઈ રીતે અપાય છે?

રાજ્યમાં સતત બની રહેલી આગ દુર્ઘટનાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફ્ટીના અમલીકરણ મામલે થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સરકારને અનેક વેધક સવાલો કર્યા છે. હાઈકોર્ટે સવાલો કર્યા કે, જાે બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી હોય અને હોસ્પિટલમાં ના હોય તો શું થાય? બિલ્ડીંગમાં હોસ્પિટલની પરવાનગી કઈ રીતે અપાય છે? બિલ્ડીંગમાં પૂરતી ફાયર સેફટી ના હોય અને હોસ્પિટલ પાસે હોય તો એવામાં શું થાય?. વડોદરા અને રાજકોટની શું સ્થિતિ છે એ જણાવો. એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું કે, ખાલી જગ્યાઓ પર નિયમિત નિમણૂક અપાઈ છે.
જ્યાં જ્યાં ત્રુટીઓ હતી એ દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમજ તમામ નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફની નિમણૂક માટે જાહેરાત આપવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારોમાં પણ ફાયર સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ પર ૧૫ દિવસમાં નિમણૂક થશે.
હાઈકોર્ટઃ અમદાવાદમાં ફાયરમેનની ૯૯ જગ્યાઓ ખાલી છે એના માટે શું કરી રહ્યા છો?
એડવોકેટ જનરલઃ આ ખાલી જગ્યાઓ પર નિયમિત નિમણૂક અપાઈ છે
હાઈકોર્ટઃ ફાયર સેફટી એન.ઓ.સી લીધા વિના બી.યુ.પરમિશન કઈ રીતે અપાય છે?
એડવોકેટ જનરલઃ પહેલા એન.ઓ.સી. ઈશ્યુ થઈ હોય પછી લોકો રિન્યૂ કરવામાં બેદરકારી રાખે છે.
હાઈકોર્ટઃ ફાયર સેફ્ટી એન.ઓ.સી. ના હોય તો શું પગલાં લઈ શકો?
એડવોકેટ જનરલઃ આવી જગ્યાઓમાં ગટર અને પાણી તેમજ ઇલેક્ટ્રિક કનેક્શન કાપી શકાય
અમદાવાદમાં ૩૦,૦૦૦ ફેક્ટરીઓમાંથી ૨૦૦૦ ફેક્ટરીઓનું જ રજિસ્ટ્રેશન થયું છેઃ અરજદાર
જ્યારે અરજદારે રજૂઆત કરી ફેક્ટરી ઇન્સ્પેકટરને પણ ખબર નથી હોતી કે ફેક્ટરી અસ્તિત્વમાં છે કે નહીં. અમદાવાદમાં ૨૨૦૦ જેટલી હોસ્પિટલમાંથી હવે ૨૧૨૧ હોસ્પિટલ પાસે ફાયર એન.ઓ.સી. છે.પીપળજમાં લાગેલી આગ અને બ્લાસ્ટની ઘટનામાં ફેક્ટરી રજિસ્ટ્રેશન હતું જ નહીં તો ફાયર સેફ્ટીનું ઇન્સ્પેકશન કઈ રીતે થાય. આ ચિંતાજનક બાબત છે. માત્ર અમદાવાદમાં જ ૩૦,૦૦૦ ફેક્ટરીઓમાંથી ૨૦૦૦ ફેકટરીઓનું જ રજિસ્ટ્રેશન થયેલું છે. હાઈ રાઈઝ બિલ્ડીંગ અને ફેક્ટરીઓમાં હજુ પણ ફાયર સેફ્ટીનો અભાવ છે. સરકાર આ મુદ્દે કોઈ જવાબ આપતી નથી.

Follow Me:

Related Posts