બાબરામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલનની બેઠક યોજાઇ રોડ રસ્તા પાણી, ખેતીવાડી અને સિંચાઈ સહિતના વિભાગના પ્રશોની રજુઆતમાં નિરાકરણ કરાયુંબાબરામાં બીઆરસી ભવન ખાતે તાલુકા સંકલનની બેઠક લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં લાઠી પ્રાંત અધિકારી,બાબરા મામલતદાર.જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા,તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત દરેક સરકારી વિભાગના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનાં અધ્યક્ષ સ્થાને આયોજિત તાલુકા સંકલન બેઠકમાં રોડ રસ્તાઓ,પાણીના પ્રશ્નો,ખેતીવાડી તેમજ રેશનિંગ,સિંચાઇ સહિતના પ્રશ્ન આવ્યા હતા જેના મહત્તમ પ્રશ્નોનું નિવારણ ધારાસભ્ય દ્વારા તંત્ર સાથે સંકલન સાધી નિવારણ કરવામાં આવ્યું હતું તેમજ ખેતીવાડીમાં જે ગાડામાર્ગ છે તેનું દબાણ દૂર કરવા તંત્ર દ્વારા સર્વે યોગ્ય કરવાની પણ ખાત્રી આપવામાં આવી હતી આ સિવાય ત્રણ મહિનાથી જે રેશનકાર્ડ બંધ છે તેમાં લોકોને કઈ મળતું નથી તેની રજુઆત આવતા તેમાં પણ અરજદાર દ્વારા માત્ર એક ફોમ ભરવાથી પ્રશ્ન હલ કરવાનું અધિકારી દ્વારા જણાવ્યું હતું તેમજ બે નંબર માં પણ પી આર કાર્ડ બાબતે રજુઆત આવતા તેનું નિવારણ પણ જિલ્લા કલેક્ટર કચેરીમાં યોગ્ય કરવાની વાત કરવામાં આવી હતી
બાબરામાં બી. આર.સી.ભવન ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલનની બેઠક યોજાઇ રોડ રસ્તા પાણી, ખેતીવાડી અને સિંચાઈ સહિતના વિભાગના પ્રશ્નો ની રજુઆતમાં નિરાકરણ કરાયું

Recent Comments