બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત પ્રભાવશાળી દીકરીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો
કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોરની અધ્યક્ષતામાં ૧૫ પ્રભાવશાળી દીકરીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સ્પોર્ટ્સ અને કલા ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવેલ દીકરીઓને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. ટેનિસ, ક્રિકેટ, હેન્ડબોલ, રાઇફલ શુટનીગ , ટેનિસ વોલીબોલ, બેઝબોલ જેવી વિવિધ રમતોમાં રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓ અને હળવું કંઠ્ય સંગીત, કથ્થક, વક્તૃત્વ, લોકગીત, સુગમ સંગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓનું અધિક કલેક્ટરશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સન્માનિત થનાર દીકરીઓ તથા મહિલા અને બાળ કલ્યાણના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments