fbpx
બોલિવૂડ

બોલીવુડમાં લગ્નની સિઝન હવે તારા સુતરિયા અને આદર જૈન પણ ૨૦૨૨માં લગ્ન કરે તેવી શક્યતા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના વર્ક કમિટમેન્ટસ પૂરા કરીને પછી આવતા વરસે એપ્રિલ મહિનામાં લગ્ન કરવાના છે. જ્યારે થઇ શકે છે કે આદર જૈન અનેતારા સુતરિયા આવતા વરસના શરૂઆતના પહેલા ત્રણ મહિનાની અંદર લગ્ન કરશે. બોલીવૂડમાં હાલ લગ્નની મૌસમ ચાલી રહી છે. હાલમાં જ રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન થયા છે. હવે કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની વાતો થઇ રહી છે. તેમાં વળી રણબીર કપૂરના પિતરાઇ ભાઇ આદરજૈનના લગ્નની પણ ચર્ચા છે. આદર જૈન અભિનેત્રી તારા સુતરિયા સાથે ડેટિંગ કરી રહ્યો છે. આદર જૈન અને તારા સુતરિયા લાંબા સમયથી ડેટ કરીરહ્યા છે. સૂત્રે જણાવ્યું હતું કે, તારા અને આદર એકબીજાને પસંદ કરે છે. તેમજ તેમણે પૂરો સમય લીધો છે હવે તેઓ સ્થિતિમાં છે કે બન્ને પોતાના સંબંધોને આગળ વધારે. આદર અને તારા તાજેતરમાં ગોવા ગયા હતા ત્યારે તેમણે પોતાના સંબંધોને આગળ વધારવાનો ર્નિણય લીધો હતો. યુગલે હવે જલદીજ લગ્ન કરી લેવાનો વિચાર કર્યો છે. જાેકે બન્ને તરફથી હજી લગ્નની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

Follow Me:

Related Posts