ભાજપની કારોબારી બેઠક અંટાળીયા મહાદેવનાં સાંનિઘ્યમાં યોજાઈ

સેવા હિ સંગઠનના મંત્ર સાથે કામ કરતી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠકનું આયોજન લીલીયા તાલુકાનાં અંટાળીયાનાં પવિત્ર ધામ અંટાળીયા મહાદેવ ખાતે રવિવારનાં રોજ કરવામાં આવ્યું આ બેઠકમાં ભારત સરકારના કેન્દ્રિય મંત્રી પરશોતમભાઈ રૂપાલાવર્ચ્યુઅલ માઘ્યમથી ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. બેઠકમાં વિવિધ પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયાએ શોક ઠરાવ રજૂ કર્યો હતો. પ્રદેશ ભાજપ કિસાન મોરચા મહામંત્રી હિરેનભાઈ હિરપરાએ અભિનંદન પ્રસ્તાવ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારે રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યા હતા. આ પ્રસ્તાવને કારોબારી બેઠકમાં ઉપસ્થિત સૌએ બહાલી આપી હતી. તદુઉપરાંત પૂર્વ મંત્રી વી.વી. વઘાસીયા અને ધારાસભ્ય જે.વી. કાકડીયાએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણીએ આગામી પ્રદેશના કાર્યક્રમો અને જિલ્લા ભાજપ ઘ્વારા થયેલા કાર્યોની માહિતી આપી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ કારોબારીમાં પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું અને આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી. આભાર વિધિ મહામંત્રી પીઠાભાઈ નકુમ ઘ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી રાજેશભાઈ કાબરીયા ઘ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ સૌએ નિરાળ્યો હતો. મન કી બાતમાંથી સૌએ પ્રેરણા મેળવી હતી અને એક ભારત શ્રેષ્ઠ ભારત માટે કટિબધધ બનવાની પ્રતિબઘ્ધતા દાખવી હતી.
Recent Comments