ભાજપ અગ્રણી ઉર્વિબેન અને ભરતભાઈ ટાંકે કોરોનાને લઈને વેકિસનેશન કરાવ્યું

અમરેલી જિલ્લા ભાજપનાં અગ્રણી ઉર્વિબેન ટાંક અને ભરતભાઈ ટાંકે કોરોનાને લઈને વેકિસનેશન કરાવેલ છે.
ટાંક દંપતીએ સંયુકત નિવેદનમાં જણાવેલ છે કે, સમગ્ર વિશ્વ જયારે વેશ્વિક કોરોના મહામારીથી પીડાઈ રહયું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હિન્દુસ્તાન કોરોના મહામારી સામે સફળતાપુર્વક લડાઈ આપી રહયું છે. અને દેશ અને દુનિયામાંહિન્દુસ્તાનનો ડંકો વગાડયો છે. સાથે આજે ભઆત્મનિર્ભર ભારતભ અંતર્ગતભ મેક ઈન ઈન્ડિયાભ વેકસિન આપણા વૈજ્ઞાનિકો દ્વારા 1 વરસમાં બનાવીને એ બંને સૂત્રને સાર્થક કરીને આપણા વડાપ્રધાનને આપણા નાગરિકોને અર્પણ કરીને પરંતુ આજે વિદેશમાં પણ મોટાભાગમાં દેશોમાં હિન્દુસ્તાન નિજ વેકસિન મોકલીને દેશનું નામ રોશન કર્યુ.
ત્યારે એમાં આપણે સૌ સાથે જોડાઈ આપણું અને આપણી આવનારી પેઢીનું ઉજજવળ ભવિષ્ય માટે અને આપણા વડીલોને એક સુરક્ષિત વાતાવરણ આપીએ અને દેશનું નામ રોશન થઈ એમ ભાગીદાર બનીએ.
આ કોરોના મહામારી સામે આજે હિંમતથી લડાઈ આપી અને કોરોના મહામારી સામે જીતી સાથે રસીકરણ અભિયાન (કોવિંડ-19) જે દેશ વ્યાપી ચાલી રહયું છે. ત્યારે અને આ દુનિયાનું સૌથી મોટું અભિયાન હોય ત્યારે આ અભિયાનમાં અમો આજે જોડાયા અને આજે અમે પણ કોરોના રસીકરણ ટીકા લઈને અમારા પોતાને આજે એક સ્વસ્થ નિરોગી અને સુરક્ષિત નાગરિક બનાવિયા અને દેશ નિરોગી અને સ્વસ્થ રાખવા માટે પ્રતિબદ્ધ થયા.
આપ સૌને અનુરોધ કરીએ છીએ કે આપ પણ, આ રસીકરણ (કોવિંડ-19, વેકસિન ) ટીકા લઈને પોતાની જાતને પરિવારને અને દેશને સ્વસ્થ નિરોગી અને સુરક્ષિત બનાવીએ અને ગર્વથી કહીએ આ “મેક ઈન ઈન્ડિયા”ના સૂત્ર ને પુર્ણ રૂપસાર્થક કરતી ભારતીય વેકસીન છે જેનું અમને અને સમગ્ર હિન્દુસ્તાનને ગર્વ છે.
આપણે સૌએ એક જિમ્મેદાર નાગરિક તરીકે એ ટીકા અભિયાન દુનિયાનું સૌથી મોટું અભિયાન જે દેશમાં ચાલી રહયું હોય ત્યારે આપણે એ અભિયાનમાં ગર્વથી જોડાઈને લેવું જોઈએ. આપણી સુરક્ષા આપણા પરિવારની સુરક્ષા અને આપણા દેશની સુરક્ષા માટે ચાલો સૌ સાથે જોડાઈએ જ અમારી આપ સૌને વિનંતી છે.તેમ અંતમાં જણાવેલ છે.
Recent Comments